T20i Player Rankings: વિરાટ કોહલીને થયું મોટુ નુકસાન, રાહુલને ફાયદો, બાબર આઝમ નંબર-1


વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્લ્ડ ટી20 વચ્ચે ખેલાડીઓના રેન્કિંગની જાહેરાત કરી છે. 

T20i Player Rankings: વિરાટ કોહલીને થયું મોટુ નુકસાન, રાહુલને ફાયદો, બાબર આઝમ નંબર-1

નવી દિલ્હીઃ વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્લ્ડ ટી20 વચ્ચે ખેલાડીઓના રેન્કિંગની જાહેરાત કરી છે. તાજા ટી20 રેન્કિંગમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યાં છે. તમામ કેટેગરીમાં જોઈએ તો સૌથી મોટુ નુકસાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને થયું છે. 

કોહલીને ચાર સ્થાનનું નુકસાન
વિરાટ કોહલી ચોથાથી આઠમાં નંબર પર આવી ગયો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આગામી ટી20 સિરીઝમાં તેને આરામ આપવામાં આવ્યો છે, તેવામાં આશા નથી કે તે આગામી રેન્કિંગ સુધી પોતાની બીજીવાર પોઝિશન હાસિલ કરી શકે. વર્લ્ડ ટી20ના ત્રણ મેચોમાં બેટિંગ કરતા કુલ 68 રન બનાવનાર કોહલીની પાસે 698 રેટિંગ પોઈન્ટ છે. 

કેએલ રાહુલને થયો ફાયદો
ખરાબ ખબરની સાથે ભારત માટે એક ખુશખબરી પણ છે. સાઉથ આફ્રિકાને સૌથી વધુ ફાયદો થયો છે. ભારત માટે વર્લ્ડ ટી20માં સૌથી વધુ 194 રન બનાવનાર ઓપનર કેએલ રાહુલને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. તે આઠમાં સ્થાને પાંચમાં ક્રમે પહોંચી ગયો છે. હવે તેના 727 રેટિંગ પોઈન્ટ છે. 

Plenty of movement in the @MRFWorldwide T20I player rankings 👉 https://t.co/vJD0IY4JPU pic.twitter.com/Y7tTwgdvPM

— ICC (@ICC) November 10, 2021

એડમ મારક્રમની ધૂમ
પાંચ મેચમાં ચાર જીત છતાં ભલે દક્ષિણ આફ્રિકી ટીમ વિશ્વકપની સેમીફાઇનલમાં જગ્યા ન બનાવી શકી, પરંતુ પ્રોટિઝના બેટર એડન મારક્રમ ત્રણ સ્થાનના ફાયદા સાથે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે, તેના 796 રેટિંગ પોઈન્ટ છે. આ બેટ્સમેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ અણનમ 52 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના વધુ એક બેટર રાસી વાન ડર ડુસેનને પણ મોટો ફાયદો થયો છે. સુપર-12માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 94 રનની ઈનિંગની મદદથી તે છ સ્થાનની છલાંબ સાથે ટોપ-10માં આવી ગયો છે. 

બાબરનો જલવો યથાવત
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પ્રથમ સ્થાને યથાવત છે. આ વિશ્વકપમાં પાં મેચમાં 264 રન બનાવવાની સાથે તે ટૂર્નામેન્ટનો સર્વોચ્ચ સ્કોરર પણ છે. બીજા નંબર પર ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન છે. નંબર એક અને બેની પોઝિશન પર કોઈ ફેરફાર થયો નથી. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન ફિન્ચ ત્રીજાથી ચોથા ક્રમે આવી ગયો છે. પાકિસ્તાનનો રિઝવાન એક સ્થાનના નુકસાન સાથે છઠ્ઠા સ્થાને છે. 

બેટરોની સાથે-સાથે બોલરો અને ઓલરાઉન્ડરોની રેન્કિંગ પણ જાહેર કરવામાં આવી છે. અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી નંબર એક ઓલરાઉન્ડર છે, તો બોલરોમાં શ્રીલંકાનો વાનિંદુ હસરંગા પ્રથમ સ્થાને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news