Belly Fat: સવારે 1 ગ્લાસ આ પાણી પીને દિવસની શરુઆત કરો, ફુલેલા પેટની સમસ્યા દુર થઈ જાશે

Belly Fat: સવારના સમયે જ્યારે તમે પાણી પીવો તો તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવાનું રાખો. જો તમે આ વસ્તુઓ સાથે પાણી પીશો તો પેટની ચરબી ઝડપથી ઉતરી જશે.

Belly Fat: સવારે 1 ગ્લાસ આ પાણી પીને દિવસની શરુઆત કરો, ફુલેલા પેટની સમસ્યા દુર થઈ જાશે

Belly Fat: પેટની આસપાસ અસામાન્ય રીતે જામતી ચરબીને જો ઇગ્નોર કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ વધી જાય છે. પેટની ચારે તરફ વધતી ચરબી શરીરનો આકાર તો બગાડે જ છે પરંતુ તેના કારણે ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. જો પેટની આસપાસ ચરબી વધવા લાગે તો શરૂઆતથી જ તેને અટકાવવાના પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. જો પેટ અને કમરની આસપાસ ચરબી વધવા લાગે તો નિયમિત એક્સરસાઇઝ શરૂ કરી દેવી સાથે જ આહાર પર પણ ધ્યાન આપવું. 

જો પેટની આસપાસ તો સામાન્ય રીતે ચરબી વધવા લાગે તો તેના કારણે હૃદયની બીમારી, હાઈ બ્લડ સુગર, સ્ટ્રોક અને ફેટી લીવર જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ ચરબીને અને સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવી હોય તો તમે કેટલાક ડ્રીંક્સ બનાવીને તેનું સેવન કરી શકો છો. સવારના સમયે જ્યારે તમે પાણી પીવો તો તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવાનું રાખો. જો તમે આ વસ્તુઓ સાથે પાણી પીશો તો પેટની ચરબી ઝડપથી ઉતરી જશે.

આ મલાસાવાળું પાણી ઝડપથી ઘટાડશે વજન

પાણીમાં મિક્સ કરો જીરું

પેટની ચરબી ઘટાડવા માટે જીરાનું પાણી સૌથી બેસ્ટ છે. તેનું સેવન કરવા માટે બે ચમચી જીરાને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને બરાબર ઉકાળો અને પછી ગાળીને પી લો. તમે ઈચ્છો તો તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. બે અઠવાડિયા સુધી ખાલી પેટ આ પાણી પીશો એટલે પેટની ચરબીમાં ઘટાડો થવા લાગશે.

આદુનું પાણી

શરીરના વધતા વજનને કંટ્રોલ કરવા માટે આદુનું પાણી પીવું પણ ફાયદાકારક છે. તેના માટે એક ઇંચનો આદુનો ટુકડો એક ગ્લાસ પાણીમાં બરાબર રીતે ઉકાળો. ત્યાર પછી આ પાણીને દિવસમાં બે વખત પીવાનું રાખો. તેનાથી ચરબી થોડા જ દિવસોમાં ઘટવા લાગશે.

પાણીમાં ઉમેરો તજ

એક ગ્લાસ પાણીને ઉકાળી અને તેમાં તજનો પાવડર ઉમેરી દો. પાણી ઉકાળી ગયા પછી 15 મિનિટ માટે તેને ઠંડુ થવા દો. ત્યાર પછી આ પાણીને પી જવું. તેનાથી પેટની ચરબીની સાથે ઓવરઓલ વજન પણ ઘટે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news