શું તમને વધારે પડતું પાણી પીવાની આદત છે? તો હવે આવું કરતા પહેલાં આટલું જરૂર વાંચી લેજો!

સારા સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખુબ જરૂરી છે. પાણી પીવાથી અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. જો શરીરમાં પાણીની કમી આવે તો ડિહાઈડ્રેશન, કિડની ફેલ્યર, કિડનીમાં પથરી જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.

શું તમને વધારે પડતું પાણી પીવાની આદત છે? તો હવે આવું કરતા પહેલાં આટલું જરૂર વાંચી લેજો!

 

નવી દિલ્લીઃ સારા સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખુબ જરૂરી છે. પાણી પીવાથી અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. જો શરીરમાં પાણીની કમી આવે તો ડિહાઈડ્રેશન, કિડની ફેલ્યર, કિડનીમાં પથરી જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. આ માટે પર્યાપ્ત માત્રમાં પાણી પીવું જરૂરી છે. પાણી પીવાના ફાયદા તો અનેક છે પરંતુ શું તમને ખબર છે કે જરૂરિયાત કરતા વધુ પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે.

પાણીનું વધારે પડતું સેવન ઈલેક્ટ્રોલાઈટ ઈંબેલેન્સ અથવા લો સોડિયમ એટલે કે શરીરમાં સોડિયમની કમી જેવી સમસ્યા થઈ શકે છે. તેના લક્ષણોમાં ઉલટી, માથાનો દુખાવો સામેલ છે. સામાન્ય રીતે તો કહેવામાં આવે છે કે સ્વસ્થ્ય વ્યક્તિએ દરરોજ 8-10 ગ્લાસ પાણીના પીવા જોઈએ. જો કે વિશેષજ્ઞો એમ પણ કહે છે કે તમને જેટલી તરસ લાગી હોય તેટલું જ પાણી પીવું જોઈએ, તેમાં 8-10 ગ્લાસ પીવાની જરૂર નથી. આવો જાણીએ વધારે પડતું પાણી પીવાથી થતા નુકસાન વિશે.

કિડની પર ખરાબ અસર:
વધારે પાણી પીવાથી સીધું કિડની પર અસર પડે છે. અસલમાં કિડનીનું કામ પાણીને ફિલ્ટર કરવાનું છે, અપશિષ્ટ મીઠું અને ઝેરીલા તત્વોને મુત્ર દ્વારા શરીરની બહાર કરવાનું કામ હોય છે. પરંતુ જો તમે વધારી પાણી પીશો તો કિડનીઓ પર લોડ વધશે. અને તેવામાં કિડની ફેલ થવાનો પણ ખતરો વધી શકે છે. આ માટે જેટલી તરસ લાગી હોય, તેટલું જ પાણી પીવું જોઈએ.

મગજ પર પણ થાય છે અસર:
શરીરમાં પાણીની વધારે માત્રા સોડિયમનું સ્તર ઘટાડે છે. અને આ સ્થિતિમાં મગજની સેલ્સમાં સોજાની સમસ્યા ઉભી થાય છે. આ કારણે બ્રેન ડેમેજ, હલનચલન, ભ્રમની સ્થિતિનો સામનો કરવો પડે છે. આ માટે શરીરમાં પાણીની પર્યાપ્ત માત્રા બનાવી રાખવી જોઈએ, પરંતુ અધિક નહીં.

શરીરના સ્નાયુના ખેંચાણની સમસ્યા થઈ શકે:
જો શરીરમાં સોડિયમની કમી થાય તો સ્નાયુમાં કમજોરી અને ખેંચાણની સમસ્યા આવી શકે છે. આ સિવાય વધુ પાણી પીવાથી શરીરના ઈલેક્ટ્રોલાઇટ સંતુલનમાં સમસ્યા ઉભી થાય છે. જેનાથી થાક અને સુસ્તી પણ થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news