Egg Shells Benefits: ઈંડાની ઉપરના પડને ફેંકશો નહીં, તમારા ચહેરાની ચમક વધારશે ઈંડાના છોતરા!

મોટાભાગના લોકો ઇંડાના ફાયદા અને ઉપયોગો જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે ઇંડાના છોતરા (ઉપરનું પડ) પણ ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. તમે ઇંડા છોતરાની મદદથી તમારા ચહેરાની સુંદરતા વધારી શકો છો. ઇંડા છોતરામાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, જે નબળા અથવા ક્ષતિગ્રસ્ત હાડકાંને સુધારવામાં મદદ કરી શકે છે. પરંતુ સાથે સાથે તે પિમ્પલ્સ, ટેનિંગ, ડાઘ દૂર કરીને સ્કિન ગ્લો પણ વધારે છે.  

Updated By: Sep 21, 2021, 11:11 AM IST
Egg Shells Benefits: ઈંડાની ઉપરના પડને ફેંકશો નહીં, તમારા ચહેરાની ચમક વધારશે ઈંડાના છોતરા!

 

નવી દિલ્હીઃ મોટાભાગના લોકો ઇંડાના ફાયદા અને ઉપયોગો જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે ઇંડાના છોતરા (ઉપરનું પડ) પણ ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. તમે ઇંડા છોતરાની મદદથી તમારા ચહેરાની સુંદરતા વધારી શકો છો. ઇંડા છોતરામાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, જે નબળા અથવા ક્ષતિગ્રસ્ત હાડકાંને સુધારવામાં મદદ કરી શકે છે. પરંતુ સાથે સાથે તે પિમ્પલ્સ, ટેનિંગ, ડાઘ દૂર કરીને સ્કિન ગ્લો પણ વધારે છે.

ત્વચા માટે ઇંડાની ઉપરનું પડ અને મધ:
જો તમે ત્વચાને ચમકદાર બનાવવા માંગતા હો, તો મધને ઇંડાના છોતરા (ઉપરનું પડ) સાથે મિશ્રિત કરો. સૌથી પહેલા એક ઇંડા શેલનો પાવડર બનાવો અને તેમાં બે ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને પછી મોઢું ધોઈ લો. આવું નિયમિત કરવાથી ત્વચાની ચમક વધશે.

ત્વચા માટે ઇંડાના છોતરા ઉપયોગી:
જો તમે ચહેરાના ડાઘ દૂર કરવા માંગો છો, તો પછી ઇંડાના છોતરાનો ઉપયોગ કરો.પેસ્ટ બનાવીને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. મસાજ કર્યા પછી તેને થોડા સમય માટે સુકાવા દો અને પછી પાણીથી ધોઈ લો. થોડા દિવસોમાં, ફોલ્લીઓ દૂર થશે અને ચહેરો ચમકવા લાગશે.

શુષ્ક ત્વચા માટે ઇંડાના છોતરા અને એલોવેરા જેલ:
ઇંડાના છોતરા શુષ્ક ત્વચાને રીપેર કરવામાં મદદરૂપ છે. ઇંડાના છોતરાનો પાવડર લો અને તેમાં એલોવેરા જેલ મિક્સ કરો. આ પેસ્ટને ગરદન અને ચહેરા પર લગાવો અને તેને સુકાવા દો. થોડા સમય પછી ત્વચાને પાણીથી ધોઈ લો. આ ત્વચાને નરમ બનાવશે.

ઈંડાના છોતરા અને લીંબુનો રસ ચેપથી બચવા માટે:
ચેપના કારણે ચહેરા પર ફોલ્લીઓ, ખંજવાળ વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે. આ માટે ઇંડાના છોતરાના પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. સુકાઈ ગયા બાદ ચહેરો ધોઈ લો. આ ચેપ અટકાવશે અને ડાઘ દૂર કરશે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

DySP અને મહિલા કોન્સટેબલ નગ્ન થઈ સ્વિમિંગ પુલમાં માણતા હતા મજા! 2.38 મિનિટના Sex Video એ મચાવ્યો હડકંપ

માર્કેટમાં આવી રહ્યો છે ભુક્કા કાઢી નાખે એવો Smartphone! જાણો શા માટે સ્માર્ટ લોકોની પહેલી પસંદ છે આ ફોન

Alia Bhatt ના પિતાએ પોતાની પુત્રીને જ કરી લીધી Lip Lock Kiss! હજુ તો એની ઈચ્છા...જાણીને તમે કહેશો કેવો બાપ છે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube