Eye Care Tips: આ ફૂડ્સનું ભૂલથી પણ ના કરો સેવન, આંખોની રોશની થઈ જશે ઓછી
Foods Harmful to Eyes: ખાવા-પીવાની આદત આપણી આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે. અમે તમને અહીં જણાવીશું કે આંખોને હેલ્ધી રાખવા માટે તમારે કઈ વસ્તુનું સેવન કરવું જોઇએ નહીં.
Trending Photos
Foods Harmful to Eyes: ખોટી ખાવા-પીવાની આદત અને અનહેલ્ધી ફૂડ્સ લેવાથી આપણે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘેરી લે છે. ઘણી વખત આપણે જે પણ ખાઈએ છીએ તેની સીધી અસર શરીરના કોઈને કોઈ ભાગમાં થાય છે. ત્યારે ખાવા-પીવાની આપણી આંખોને પણ નુકસાન પહોંચી શકે છે. આપણે આપણા ડાયટમાં જે પણ લઈએ છીએ તેની સીધી અસર આંખોની રોશની પર પડે છે. પરંતુ ક્યારે તમે વિચાર્યું છે કે કેટલીક વખત આપણે આપણા ખવામાં કેટલીક એવી વસ્તુઓને સામેલ કરી લઇએ છીએ જેની સીધી અસર આંખોની રાશની પર પડે છે. જેનાથી તમારી આંખોની રોશની નબળી પણ થઈ શકે છે. આવો આપણે જાણીએ કે આંખોને હેલ્ધી રાખવા માટે તમારે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઇએ.
આંખોને હેલ્ધી રાખવા માટે આ વસ્તુંને ડાયટમાંથી કરો બહાર
બ્રેડ અને પાસ્તા
સફેદ બ્રેડ અને પાસ્તામાં મળતા સાધારાણ કાર્બોહાઈડ્રેટને ઉંમરથી સંબંધિત આંખોની નબળાઈ સાથે જોડી શકાય છે. જણાવી દઈએ કે, બ્રેડમાંથી મળી આવતા તત્વો આંખોને નબળી બનાવવાની સાથે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરી શકે છે. ત્યારે સફદ પાસ્તા લોકોને ખાવા ખુબ જ ગમે છે પરંતુ શું તમને ખબર છે કે પાસ્તા ખાવાથી તમારી આંખો પર ખરાબ અસર પડી શકે છે.
સોફ્ટ ડ્રિંક્સ
કોઈપણ પ્રકારની સોફ્ટ ડ્રિંક્સ તમારી આંખો માટે ખરાબ સાબિત થઈ શકે છે. વધુ પ્રમાણમાં ખાંડનું સેવન કરવાથી સ્થૂળતાનો ખરતો વધી જાય છે. આ સાથે જ સોફ્ટ ડ્રિંકનું વધારે પડતું સેવન કરવાથી તમને ડાયબિટીસની બિમારી પણ થઈ શકે છે. ત્યારે તમને જણાવી દઈએ કે ડાયાબિટીસથી આંખોની રોશની ઓછી થઈ જાય છે. તેથી જો તમે તમારી આંખોને હેલ્ધી રાખવા માંગો છો તો તમારે સોફ્ટ ડ્રિંકનું સેવન બંધ કરી દેવું જોઇએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે