Friendship Day: હાર્ટ અટેક અને બ્લડ પ્રેશર સહિત અનેક બીમારીથી બચવું હોય તો સારા મિત્રો બનાવો
Friendship Day: મિત્રતાથી ઈમ્યુન સિસ્ટમ એટલે રોગથી લડવાની ક્ષમતાને મજબૂત કરે છે. એક સ્ટડી અનુસાર જે લોકો પાસે સારા મિત્રો છે તેઓને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસિઝ એટલે હ્રદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગ થવાની શક્યતા ઘટી જાય છે. જે લોકો મિત્રોથી દૂર રહે છે તેમને આ બધા જ રોગ થવાની શક્યતા વધી જાય છે.
Trending Photos
Friendship Day: આપણા જીવનમાં મિત્રોની ખુબ મહત્વની ભૂમિકા હોય છે. મિત્રો સાથે આપણે સુખ અને દુખની બધી જ વાતો શેયર કરતાં હોય છે. ઘણી વખત એવુ થતું હોય છે કે કોઈ કારણસર આપણે ખુબ ટેન્શનમાં હોઈએ છીએ. તેવામાં એક મિત્ર જ્યારે આપણી સાથે વાત કરે તો આપણુ મન હળવુ થઈ જાય છે. અનેક વખત એ સાબિત થયું છે કે માનસિક સ્વાસ્થ્ય માટે મિત્રો ખુબ મહત્વના છે. પરંતુ એક સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે મિત્રતા ફિઝિકલ હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે.
એક રિપોર્ટ અનુસાર મિત્રતાની અસર ના માત્ર મેન્ટલ હેલ્થ પર પણ ફિઝિકલ હેલ્થ પર પણ પડે છે. આપને જાણીને નવાઈ લાગશે કે મિત્રતા લોકોને હ્રદય રોગ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓથી પણ બચાવે છે.
મિત્રતાથી ઈમ્યુન સિસ્ટમ એટલે રોગથી લડવાની ક્ષમતાને મજબૂત કરે છે. એક સ્ટડી અનુસાર જે લોકો પાસે સારા મિત્રો છે તેઓને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસિઝ એટલે હ્રદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગ થવાની શક્યતા ઘટી જાય છે. જે લોકો મિત્રોથી દૂર રહે છે તેમને આ બધા જ રોગ થવાની શક્યતા વધી જાય છે.
વ્યક્તિના જીવનમાં એકલતાપણુ અનેક તકલીફો લઈને આવે છે. આ ડિપ્રેશનનું કારણ પણ બને છે. આનાથી ઉંઘ અનિયમિત થાય છે. એકલતાથી પર્સનાલિટી ડિસઓર્ડર અને દારૂની લત પણ લાગી શકે છે. તેવામાં મિત્રતા આ બધી જ વસ્તુઓથી દૂર રાખે છે.
સારી મિત્રતા મેન્ટલ હેલ્થને મજબૂત કરે છે. અને તેનુ કારણ છે ઓક્સીટોસીન. આ હાઈપોથૈલેમસમાં બનનારો એક હોર્મોન અને ન્યૂરોટ્રાંસમીટર છે. આ માણસોમાં વિશ્વાસ, સહાનુભૂતિ અને દયા જેવી ભાવનાઓથી જોડાયેલુ હોય છે. અને મિત્રતાની ખાસ ભૂમિકા છે.
એક રિસર્ચ સ્ટડી દરમિયાન જ્યારે રિસર્ચ કરનારા લોકોને પ્રતિભાગી લોકોને નેઝલ સ્પ્રેના માધ્યમથી ઑક્સિટોસિન આપ્યુ તો તેમને એક બીજા પ્રત્યે વિશ્વાસ વધ્યો. એટલુ જ નહીં પણ રિસ્ક લેવાની ક્ષમતા વધી છે. નવી સ્ટડી સાબિત કરે છે કે મિત્રતા આપણી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ બંનેને ફાયદો થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે