જાણો ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સમાંથી તમારા માટે શું છે બેસ્ટ, શું છે લોકોની પહેલી પસંદ

Eye Glasses: એક રિપોર્ટ મુજબ કોન્ટેક્ટ લેન્સનો કમ્પાઉન્ડ અન્યુએલ ગ્રોથ રેટ 7.5 ટકા સુધી દેશમાં 2019થી 2025 સુધી વધી શકે છે. અમેરિકાના ફ્લોરિડામાં લેન્સ પહેરવાથી આંખોની રોશની ગઈ હોવાની ઘટના સામે આવ્યા બાદ લોકોએ ફરી ચશ્મા પહેરવાનું શરૂ કરી દીધું છે. 

જાણો ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સમાંથી તમારા માટે શું છે બેસ્ટ, શું છે લોકોની પહેલી પસંદ

contacts Lens benefits: આંખો કમજોર થયા બાદ અમુક લોકો કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જ્યારે અમુક લોકો ચશ્મા પહેરવાનું પસંદ કરે છે. જો કે, છેલ્લા થોડા વર્ષથી લોકો ચશ્મા પહેરવાની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે.

એક રિપોર્ટ મુજબ કોન્ટેક્ટ લેન્સનો કમ્પાઉન્ડ અન્યુએલ ગ્રોથ રેટ 7.5 ટકા સુધી દેશમાં 2019થી 2025 સુધી વધી શકે છે. અમેરિકાના ફ્લોરિડામાં લેન્સ પહેરવાથી આંખોની રોશની ગઈ હોવાની ઘટના સામે આવ્યા બાદ લોકોએ ફરી ચશ્મા પહેરવાનું શરૂ કરી દીધું છે. 

આંખોના નિષ્ણાતો કહે છે કે, ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ બંને આંખો માટે સારા છે. જો કે કોન્ટેક્ટ લેન્સના ઉપયોગમાં વધુ કાળજી લેવી પડે છે. આ સાથે આંખોની જુદી જુદી સ્થિતિના આધારે કોન્ટેક્ટ લેન્સ અથવા ચશ્માનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક દર્દીઓ માટે ચશ્મા અને કેટલાક માટે કોન્ટેક્ટ લેન્સ વધુ સારા છે.

ઓપ્થેલ્મોલોજિસ્ટ કહે છે કે, નેત્ર ચિકિત્સકના દર્દીઓએ કોન્ટેક્ટ લેન્સને બદલે ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. કોન્ટેક્ટ લેન્સ કરતાં ચશ્માનો ઉપયોગ કરવો વધુ સરળ છે. આ કારણોસર મોટાભાગના વડીલોને કોન્ટેક્ટ લેન્સને બદલે ચશ્માનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. 

આંખના નિષ્ણાતો કહે છે કે, કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ વધુમાં વધુ 8થી 10 કલાક માટે જ કરવો જોઈએ. જો તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે અને તેની સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી આંખોને નુકસાન થઈ શકે છે. 

(નોંધઃ આ માહિતી અહેવાલોના આધારે આપવામાં આવી છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા ડૉક્ટરની સલાહ લો.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news