Remove blackness of neck: 15 મિનિટમાં ડાર્ક નેક થઈ જશે ક્લીન! નહાતા પહેલા લગાવો આ વસ્તુઓ
Remove blackness of neck: ઘણી વખત ગરદન કાળા થવાને કારણે લોકો શરમ અનુભવે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ચિંતા કરશો નહીં. આ સરળ ટિપ્સની મદદથી તમે કાળા ગરદનથી છુટકારો મેળવી શકો છો.
Trending Photos
Remove blackness of neck: ગરમીની સિઝનમાં આપણે સ્કીનનું ખૂબ ધ્યાન રાખવું પડે છે, કારણ કે ભારે તડકો અને પરસેવાના લીધે ત્વચા કાળી પડવા લાગે છે. જોકે ફેસને ટેનિંગથી બચાવવા માટે આપણે તમામ પ્રકારના ઉપાય કરીએ છીએ, પરંતુ ગરદનની આસપાસ જામેલા મેલને નજરઅંદાજ કરીએ છીએ. ગરદનના કાળાપણાથી ચહેરાની સુંદરતા પર અસર પડે છે. આવો જાણીએ ગરદન પર જામેલા મેચને દૂર કરવાના ઉપાય.
1. લીંબૂ અને મધ
એક વાટકીમાં એક ચમચી લીંબૂનો રસ અને એટલી જ માત્રામાં મધને મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસને ગરદન પર જામેલા મેલ પર ઘસો. તે ઉપાય દ્વારા ગરદનના મેલથી છુટકારો મળી જશે અને સ્કીન પર પણ કોઇપણ પ્રકારનું નુકસાન નહી થાય.
2. દૂધ, હળદર અને બેસ
આ ખાસ પેસ્ટને તૈયાર કરવા માટે એક ચમચી દૂધ એક ચમચી બેસન અને તેમાં ચપટી હળદર મિક્સ કરો. આ પેસ્ટને ગરદનના ઇફેક્ટેડ એરિયામાં લગાવો અને સુકાઇ જાય ત્યાં સુધી રાહ જુઓ. હવે ગરદનને ખસીને સ્વચ્છ પાણીથી ધોઇ દો. થોડા દિવસ સુધી આમ કરવાથી તમને મનપસંદ રિઝલ્ટ મળવા લાગશે.
3. લીબૂ અને બેસન
એક કટોરીમાં એક ચમચી લીંબૂનો રસ અને એક ચમચી બેસનને મિક્સ કરતાં પેસ્ટ તૈયાર કરી લો. હવે પેસ્ટને ગરદનના મેલ પર લગાવો અને થોડીવાર માટે સુકાવા દો. ત્યારબાદ ગરદનને ઘસીને સ્વચ્છ પાણીથી સાફ કરી દો.
4. દહી અને કાચુ પૈપયું
સૌથી પહેલાં કાચા પપૈયાને સારી રીતે પીસી દો, ત્યારબાદ તેમાં દહી અને ગુલાબજળને મિક્સ કરતાં પેસ્ટ બનાવી લો. ત્યારબાદ પેસ્ટને પ્રભાવિત એરિયામાં લગાવીને મસળો અને થોડીવાર સૂકાવવા માટે રહેવા દો. પછી તેને ધોઇ દો. ગરદનનો મેલ છૂટો પડવા લાગશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
Biparjoy Cyclone: 6 કલાકમાં બિપોરજોય બની જશે 'અતિ ગંભીર વાવાઝોડું', એલર્ટ જાહેર
ગુજરાત પર હવે નથી વાવાઝોડાનું જોખમ, પણ અસર તો થશે, હવામાન વિભાગે આપ્યા લેટેસ્ટ અપડેટ
રાશિફળ 11 જૂન: આ રાશિના લોકોને આજે ધંધામાં થશે મોટો ફાયદો, નોકરી ક્ષેત્રે મળશે તક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે