સપનામાં પણ નહીં વિચારી હોય આવી નોકરી, દ્રાક્ષ ખવડાવો અને કરો તગડી કમાણી

લંડનમાં એક હાઈ-ફાઈ રેસ્ટોરન્ટ એવા કર્મચારીઓની શોધમાં છે જેઓ તેમની રેસ્ટોરન્ટમાં દ્રાક્ષ ખવડાવવાનું કામ કરી શકે. એક ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી. બચનાલિયા નામની રેસ્ટોરન્ટે આ નોકરી માટે અખબારોમાં જાહેરાતો પણ છપાવી હતી. પહેલા તમે પણ જુઓ આ વાયરલ એડ.

સપનામાં પણ નહીં વિચારી હોય આવી નોકરી, દ્રાક્ષ ખવડાવો અને કરો તગડી કમાણી

નવી દિલ્લીઃ કોવિડથી, ઘણા લોકો બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દ્રાક્ષ ખવડાવવાની નોકરીની જાહેરાતે સૌને ચોંકાવી દીધા છે. જો કે આ નોકરી માટે તમારે અમુક શરતો પૂરી કરવી પડશે. ફ્રી ફૂડ એન્ડ ડ્રિંક્સઃ તમે સોશિયલ મીડિયા અને ન્યૂઝ પેપરમાં અનેક પ્રકારની નોકરીની જાહેરાતો જોઈ હશે પરંતુ આ પ્રકારની જાહેરાત તમે કદાચ ક્યારેય નહીં જોઈ હોય.  રેસ્ટોરન્ટની આ જાહેરાતથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. સ્વભાવીક વાત છે કે આ પ્રકારની નોકરી મળી જાય તો વારા ન્યારા થઈ જાય હવે  આ જાહેરાત કોણે કરી છે અને શું છે શરતો તે પણ જાણી લો.

રેસ્ટોરન્ટ જાહેરાત-
લંડનમાં એક હાઈ-ફાઈ રેસ્ટોરન્ટ એવા કર્મચારીઓની શોધમાં છે જેઓ તેમની રેસ્ટોરન્ટમાં દ્રાક્ષ ખવડાવવાનું કામ કરી શકે. એક ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી. બચનાલિયા નામની રેસ્ટોરન્ટે આ નોકરી માટે અખબારોમાં જાહેરાતો પણ છપાવી હતી. પહેલા તમે પણ જુઓ આ વાયરલ એડ.

તગડો પગાર અને સુવિધાઓ મળશે-
આ જોબ પ્રોફાઇલ માટે અરજી કરનાર વ્યક્તિના હાથ સુંદર હોવા જોઈએ અને તેને લેટિન અને ગ્રીક ભાષા આવડવી જરૂરી છે. . અખબારમાં છપાયેલી આ જાહેરાત અનુસાર નોકરી માટે પસંદ કરાયેલી વ્યક્તિને સારા પગાર સિવાય કેટલીક સુવિધાઓ પણ મળશે. આ સુવિધાઓમાં હાથ તથા નખની સાળસંભાળ, ઉત્તમ ખોરાક અને મફત પીણાંનો સમાવેશ થાય છે.

લોકોએ રમુજી પ્રતિક્રિયાઓ આપી-
રેસ્ટોરન્ટના ગ્રાહકોને હાથથી દ્રાક્ષ ખવડાવવા પાછળનું કારણ તેમને રોમ અને ગ્રીસના ભવ્ય સમયની યાદ અપાવવાનું છે. આ જાહેરાત સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ જોબ પર અલગ-અલગ અને ફની રિએક્શન આપતા જોવા મળ્યા હતા. કેટલાકને આ વિચાર ગમ્યો તો કેટલાકે તેને નકામો ગણાવ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news