કરમાયેલા જાસૂદના ફૂલ પણ ફેંકવા નહીં, વાળ અને ત્વચાની સુંદરતા વધારવા આ રીતે કરી શકો છો ઉપયોગ

Hibiscus Flowers Benefits: પૂજામાં ઉપયોગ કરેલા સુકાયેલા ફૂલ અથવા તો કરમાઈને ખરેલા ફૂલ પણ ચહેરા અને વાળની સુંદરતાને વધારવામાં ઉપયોગમાં લઈ શકાય છે. જાસુદના કરમાયેલા ફૂલને ફેંકવા ને બદલે જો તમે તેનો ઉપયોગ કરો છો તો તેનાથી વાળ અને ત્વચાની સુંદરતા વધી શકે છે. 

કરમાયેલા જાસૂદના ફૂલ પણ ફેંકવા નહીં, વાળ અને ત્વચાની સુંદરતા વધારવા આ રીતે કરી શકો છો ઉપયોગ

Hibiscus Flowers Benefits: જાસૂદના ફૂલનો ઉપયોગ ઘણી વખત પૂજામાં પણ કરવામાં આવે છે. જો ઘરમાં જાસૂદ નો છોડ હોય તો તેના ફૂલ ખીલ્યા પછી કરમાઈને ખરી પણ જતા હોય છે. પૂજામાં ઉપયોગ કરેલા સુકાયેલા ફૂલ અથવા તો કરમાઈને ખરેલા ફૂલ પણ ચહેરા અને વાળની સુંદરતાને વધારવામાં ઉપયોગમાં લઈ શકાય છે. જાસુદના કરમાયેલા ફૂલને ફેંકવા ને બદલે જો તમે તેનો ઉપયોગ કરો છો તો તેનાથી વાળ અને ત્વચાની સુંદરતા વધી શકે છે. આયુર્વેદમાં પણ જાસૂદના ફૂલનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ તરીકે કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાસૂદના ફૂલ ફ્લેવોનોઈડ્સ અને એમિનો એસિડથી ભરપૂર હોય છે. તેનાથી કેરાટીનનું ઉત્પાદન વધે છે અને વાળની રંગત બદલી જાય છે. સાથે જ તેનાથી સ્કીનનું કોલેજન પણ બુસ્ટ થાય છે.

જાસુદના સુકાયેલા પાનનો આ રીતે કરો ઉપયોગ

આ પણ વાંચો:

સુકાયેલા ફૂલનો પાવડર બનાવો

વાળ અને ત્વચા માટે જાસૂદના ફૂલનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો હોય તો તેના પાનને સુકવી અને તેનો પાવડર બનાવી લો. તેના માટે કરમાયેલા ફૂલ ને એકત્ર કરીને તડકામાં બરાબર રીતે સુકવી લો. પાન બરાબર સુકાઈ જાય પછી તેનો પાવડર બનાવી અને તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. હવે આ પાવડરનો ઉપયોગ હેર ઓઇલમાં ઉમેરીને તમે  કરી શકો છો. આ તેલનો ઉપયોગ કરવાથી સફેદ વાળની સમસ્યા દૂર થશે.

સુકાયેલા ફૂલમાંથી બનાવો તેલ

જાસૂદ ના સુકાયેલા ફૂલમાંથી તમે આયુર્વેદિક તેલ પણ બનાવી શકો છો. તેના માટે એક વાસણમાં બે વાટકી નાળિયેરનું તેલ ગરમ કરો. તેમાં મેથી અને કાળા તલ ઉમેરો. પાંચ મિનિટ પછી તેમાં જાસૂદના ફૂલ અને એક સમારેલી ડુંગળી ઉમેરો. આ બધી જ વસ્તુને સારી રીતે ઉકળવા દો. જ્યારે તેલનું રંગ બદલી જાય ત્યારે તેને ઠંડુ કરીને ગાળી લો. ત્યાર પછી તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. આ તેલનો ઉપયોગ કરવાથી વાળનો ગ્રોથ વધે છે.

ફેસ પેકમાં કરો ઉપયોગ

સુકાયેલા જાસૂદના ફૂલ નો ઉપયોગ ફેસપેક તરીકે પણ કરી શકાય છે. તેના માટે સુકાયેલા ફૂલની પેસ્ટ બનાવી તેમાં એલોવેરા જેલ કેસર ગુલાબજળ અને ચંદન ઉમેરો. આ પેસ્ટમાં જરૂર અનુસાર દહીં ઉમેરીને ચહેરા પર લગાડો. આ ફેસપેક નો ઉપયોગ કરવાથી ચેહરા પર કુદરતી ગ્લો વધે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news