54 વર્ષ બાદ દેવદિવાળીએ સર્જાઈ રહ્યો છે ખાસ યોગ, મળશે માંગો એ વરદાન

આ દિવસે દીપદાન કરવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે દાન કરવાથી નિરાગી કાયા અને સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન શ્રીહરિનો મત્સ્ય અવતાર થયો હતો. તેથી આ દિવસે ગંગા સ્નાન બાદ દીપદાન કરવાનું વિશેષ મહત્વ હોય છે.

54 વર્ષ બાદ દેવદિવાળીએ સર્જાઈ રહ્યો છે ખાસ યોગ, મળશે માંગો એ વરદાન

નવી દિલ્હી : કાર્તિક માસની શુક્લ પક્ષની પૂર્ણિમાને કૃતિકા નક્ષત્રમાં જે મહાકાલનો નિર્મામ થાય છે, તે 54 વર્ષો બાદ મહા કાર્તિકી યોગ આવતીકાલે 23 નવેમ્બરના રોજ બની રહ્યો છે. જેને ગુજરાતીઓ દેવદિવાળી કહે છે. આ દિવસે સવારે કાળ પૂર્ણિમા, કૃતિકા નક્ષત્રમાં છે, અને ગ્રહોની સ્થિતિને જોતા આ વર્ષે શુક્રવારે વિશેષ ફળદાયી યોગ બની રહ્યો છે. 

શાસ્ત્રોમાં આ દિવસને દેવ દિવાળી કહેવામાં આવે છે. આ દિવસે દીપદાન કરવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે દાન કરવાથી નિરાગી કાયા અને સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન શ્રીહરિનો મત્સ્ય અવતાર થયો હતો. તેથી આ દિવસે ગંગા સ્નાન બાદ દીપદાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અંગિરા અને આદિત્યએ આ મહા પુનિત દિવસના મહત્વને સ્વીકાર્યું છે. તેથી આ દિવસે ગંગા સ્નાન, દીપદાન, હોમ, યજ્ઞ તથા ઉપાસના કરવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. શાસ્ત્રમાં લખાયું છે કે, કાર્તિક પૂર્ણિમાની સાંજે દીપદાન કરવાથી પુર્નજન્મનું કષ્ટ આવતું નથી. જો ગંગા સ્નાનને તિલાંજલિ અર્પિત કરો, અને ધાબળા દાન કરો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. 

દાન કરવાનું મહા ફળ મળશે
દેવ દિવાળીએ 6 કૃતિકાઓનું પૂજન કરીને રાત્રે દાન કરવાથી શિવ દ્વારા વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ગાય, હાથી, રથ, ઘોડા વગેરેના દાનથી સંપત્તિ મળે છે. કાર્તિક પૂર્ણિના દિવસે જ ભગવાન શિવે ત્રિપુરાસૂરનું વધ કર્યું હતું. ત્રિપુરા અસુરે એક લાખ વર્ષ સુધી તીર્થરાજ પ્રયાગમાં ભારે તપસ્યા કરી હતી અને તેના આત્મસંયમથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રકટ થયા હતા અને તેને વરદાન માંગવાનું કહ્યું હતું. તેથી ત્રિપુરાસુરે મનુષ્ય અને દેવતાઓના હાથ ન માર્યા જવાનું વરદાન માંગ્યું હતું. ત્યારે દેવતાઓએ તેને કૈલાશ પર્વત પર બિરાજમાન શિવજી સાથે યુદ્ધ કરવાનું કહ્યું, અને બંનેમાં ભયંકર યુદ્ધ થયું હતું. અંતમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે શિવજીએ બ્રહ્મા અને વિષ્ણુની સહાયતાથી ત્રિપુરાસુરનું વધ કર્યું હતું. 

દેવ દિવાળીનું મહત્વ
શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે, આ પર્વ પર ગરીબોને દાન આપવું જોઈએ. ભવિષ્ય પુરાણમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર, દેવ દિવાળી પર સ્નાન દાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે દાન કરવાથી પુષ્કર તીર્થનું ફળ પ્રાપ્ત થાય છે. કેળા, ખજૂર, નારિયેળ, નારંગી, રીંગણ જેવા ફળોનું દાન ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે બહેન, ભાણિયા, ફોઈ અને ગરીબોને દાન કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ મિત્ર, પીડિત તથા અતિથિને દાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. 

આ દિવસે ગંગા સ્નાનનું અનેરુ મહત્વ હોય છે. સાંજે મંદિરોમાં, ચોકમાં, ગલીઓ તથા પીપળના વૃક્ષ અને તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news