Eating With Hands: હંમેશા હાથેથી ભોજન કરવું કેમ સારું ગણાય છે? એક્સપર્ટ પાસેથી જાણો જવાબ

જો તમે છરી કાંટાથી ખાવ તો તે વેસ્ટર્ન કલ્ચરનો એક ભાગ ગણાય છે. પરંતુ હવે ભારતમાં પણ ભોજન કરવાની આ સ્ટાઈલ ઘણા લોકો અપનાવતા જોવા મળી રહ્યા છે. જો કે આપણા વડીલો હંમેશા હાથેથી ખાવાની સલાહ આપે છે. જાણો કેમ. 

Eating With Hands: હંમેશા હાથેથી ભોજન કરવું કેમ સારું ગણાય છે? એક્સપર્ટ પાસેથી જાણો જવાબ

Why Eating With Hands is Better: હાથની મદદથી ભોજન કરવું એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. પરંતુ બદલાતા સમયમાં ચમચીથી ખાવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને યુવા વર્ગના લોકો આમ ખાવાનું પસંદ કરતા હોય છે. ભલે ઘરમાં વડીલો સમજાવીને થાકી જાય પરંતુ તેઓ માનતા નથી. ન્યૂટ્રિશિયન એક્સપર્ટ નિખિલ વત્સ (Nikhil Vats) ના જણાવ્યાં મુજબ છરી કાંટા કે ચમચીથી ભોજન કરવાની જગ્યાએ હાથેથી ખાવું એ વધુ સારું રહે છે કારણ કે તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. 

હાથથી ભોજન કરવાના ફાયદા....

1. મસલ્સની કસરત
જો તમે હાથની મદદથી ભોજન કરશો તો સ્નાયુઓને સારી કસરત મળશે. કરાણ કે આ રીતે ભોજન કરવાથી બ્લ્ડ સર્ક્યૂલેશન વધુ સારી રીતે થાય છે અને હાથના તમામ જોઈન્ટ્સ પણ એક્ટિવ રહે ચે. ખાસ કરીને મસલ્સની ફ્લેક્સિબ્લિટી માટે પણ તે સારી રીત છે. 

2. ભોજન સારી રીતે પચે છે
આયુર્વેદ મુજબ જ્યારે આપણા હાથની આંગળીઓ મોઢાના ઉપરના ભાગને સ્પર્શે છે ત્યારે તેનાથી ડાઈજેશન પાવર સારો થાય છે. આ ઉપરાંત હાથ દ્વારા પેટમાં સારા બેક્ટેરિયા જાય છે જે આંતરડાને ફાયદો પહોંચાડે છે. આ સાથે જ તે ફૂડની ખુશ્બુને વિખેરીને સ્વાદને વધુ સારો કરવામાં મદદ કરે છે. 

3. ડાયાબિટિસનું જોખમ ઓછું થાય છે
અનેક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે ઉતાવળમાં ખાવાનું ખાવાથી ટાઈપ-2 ડાયાબિટિસનું રિસ્ક વધે છે. સામાન્ય રીતે જે લોકો ચમચાથી ખાવાનું ખાય છે તેમની સ્પીડ હાથેથી ખાતા લોકોની સરખામણીમાં વધુ હોય છે. જેના કારણે બ્લ્ડ શુગર લેવલ વધે છે. 

4. દાઝી જવાથી બચી જવાય છે
તમારો હાથ એક સારા ટેમ્પ્રેચર સેન્સર તરીકે કામ કરે છે. જ્યારે તમે ચમચી કે ફોર્કની મદદથી ખાવાનું ખાઓ છો ત્યારે તમને પહેલીવારમાં તે ખબર નહીં પડે કે ફૂડ કેટલું ગરમ છે. જ્યારે તમે ભોજન પર હાથ લગાવો છો ત્યારે તમારી આંગળીઓથી ખબર પડે છે કે હજુ ફૂડ ગરમ છે અને ખાવા માટે સુરક્ષિત નથી. 

આ વાતનો ખ્યાલ રાખો
હાથેથી ભોજન કરવાનો મેક્સિમમ બેનિફિટ ત્યારે મળશે જ્યારે તમારા હાથ સ્વચ્છ હોય. આથી જ્યારે પણ ભોજન કરવા બેસો ત્યારે હાથ બરાબર ધોઈને જ ખાવાનું ખાવું જોઈએ. નહીં તો બીમારી  ફેલાવનારા કીટાણુઓ તમારા પેટ સુધી પહોંચી જશે અને પછી ફૂડ પોઈઝનિંગ જેવી પરેશાનીઓ થઈ શકે છે. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news