Dark Lips: કાળા હોઠની સમસ્યાથી તમે પણ છો પરેશાન? તો અપનાવો આ ઈલાજ

જો તમે હોઠ પરની ડ્રાયનેસથી પરેશાન છો તો તમે લિપસ્ટિક લગાવવાનું અવોઈડ કરો. કેમ કે, તેમાં અમુક કેમિકલ્સ પણ હોય છે જે હોઠને કાળા બનાવે છે. આખી રાત હોઠ પર લિપસ્ટિક લગાવીને સૂઈ જવાથી પણ હોઠ કાળા થઈ શકે છે. ત્યારે તમે રાતે સુતા પહેલાં ગુલાબ જળથી લિપસ્ટિકને રિમૂવ કરી નાખો. 

Dark Lips: કાળા હોઠની સમસ્યાથી તમે પણ છો પરેશાન? તો અપનાવો આ ઈલાજ

નવી દિલ્હીઃ ઠંડીમાં મોટાભાગના લોકો હોઠની સમસ્યાથી પરેશાન હોય છે. હોઠ પરની કાળાશના કારણે લોકોને શર્મિંદગી અનુભવવી પડે છે. હોઠ પરની કાળાશ સ્કીનને ફીકી બનાવવાની સાથે ચહેરાની સુંદરતાને પણ ખરાબ કરે છે. ત્યારે આ સમસ્યા સામે અનેક ઘરેલું ઉપાય છે. જેનાથી હોઠ પરની કાળાશને દૂર કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું કે, હોઠ પરની કાળાશને દૂર કરવા માટે કયા ઘરેલું ઉપાયો કરવા જોઈએ. 

હોઠની કાળાશ દૂર કરવાના ઉપાયઃ
હોઠ પરની કાળાશને દૂર કરવા માગો છો તો તેના માટે સંતરાની છાલ, ગ્લિસરીન, એલોવેરા જેલ અને દૂધ લઈ લો. હવે એક વાટકીમાં બે સંતરાની છાલ, એક નાની ચમચી ગ્સિસરીન, એક નાની ચમચી દૂધ અને એક નાની ચમચી એલોવેરા જેલ સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને 15થી 15 મિનિટ સુધી હોઠ પર લગાવીને રાખો. તમે આ મિશ્રણનો ઉપયોગ લિપ બામ તરીકે પણ કરી શકો છો. જેને તમે રાતે સૂતા પહેલાં હોઠ પર લગાવી શકો છો. તે બાદ બીજા દિવસે પાણીથી તેને સાફ કરી લો. આ મિશ્રણનો ઉપયોગ તમે દરરોજ કરી શકો છો. 

જો તમે હોઠ પરની ડ્રાયનેસથી પરેશાન છો તો તમે લિપસ્ટિક લગાવવાનું અવોઈડ કરો. કેમ કે, તેમાં અમુક કેમિકલ્સ પણ હોય છે જે હોઠને કાળા બનાવે છે. આખી રાત હોઠ પર લિપસ્ટિક લગાવીને સૂઈ જવાથી પણ હોઠ કાળા થઈ શકે છે. ત્યારે તમે રાતે સુતા પહેલાં ગુલાબ જળથી લિપસ્ટિકને રિમૂવ કરી નાખો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news