Best Tourist Spots in Tamil Nadu: અહીં જશો તો...પંછી સૂરમેં ગાતે હૈ...ભવરે ગુનગુનાતે હૈ...વાળું ગીત આવી જશે યાદ
Trending Photos
Best Tourist Spots in Tamil Nadu: તમિલનાડુ દક્ષિણ ભારતનો એક સુંદર પ્રદેશ છે. તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે. તમિલનાડુમાં આપને અનેક ઐતિહાસિક કિલ્લાઓ જોવા મળશે. જેની સુંદરતા અને વાસ્તુકલા યાત્રિકોને મંત્રમુગ્ધ કરી દેશે. અહીંની વાસ્તુકલામાં આપને પોર્ટુગીસ અને બ્રિટિશનું મિક્સ કલચર જોવા મળશે. જો વાત ઐતિહાસિક ફોર્ટની કરીએ તો ચેન્નઈની આસપાસ અને ઐતિહાસિક કિલ્લા જોવા મળશે. અહીં અમે આપને ત્રણ ઐતિહાસિક કિલ્લાઓ અંગે જાણકારી આપીશું જ્યાં આપ ફરી શક્શો અને નજીકથી જોઈ શક્શો.
ફૉર્ટ સેંટ જૉર્જ (Fort St. George)-
એવુ કહેવામાં આવે છે કે ફૉર્ટ સેંટ જૉર્જનો ઉલ્લેખ કર્યા વગર ચેન્નઈની વાત ના થઈ શકે. આ ઐતિહાસિક કિલ્લો શહેરની ખુબસુરતી પર ચાર ચાંદ લગાવે છે. આ કિલ્લાના કહાની પણ એટલી જ રસપ્રદ છે. આ કિલ્લાનું નિર્માણ અંગ્રેજોએ વર્ષ 1644માં કર્યું હતું. કિલ્લાને અંગ્રેજોએ વ્યાપાર માટે તૈયાર કર્યો હતો. કિલ્લાની દિવાલો 20 ફૂટ ઉંચી છે.
કિલ્લાની અંદર સેંટ મેરી ચર્ચ દેશના સૌશી જૂના ચર્ચોમાંનુ એક છે. જો આપે આ કિલ્લાને હજુ સુધી એક પણ વખત નથી જોયો તો આપ જરૂર જુઓ.
જિંજી ફોર્ટ (Gingee Fort)-
જો આપે અત્યાર સુધી તમિલનાડુની જીંજી ફોર્ટ નથી જોયો તો આપ જરૂરથી જુઓ. આ આકર્ષક ફોર્ટ ગિંગી શહેર સ્થિત છે. જે ચેન્નઈથી લગભગ 150 કિમી દૂર છે. ઈતિહાસ પ્રેમીઓ માટે આ કિલ્લો ખજાનો છે અને તેને જાણી તેમજ સમજી પણ શકાય છે.
આ કિલ્લાનો પાયો 8મી સદીમાં તમિલનાડુના કોનાર રાજાઓએ રાખી હતી. જે પછી વિજયનગર સામ્રાજ્યના શાસકોએ કિલ્લામાં સુધાર કર્યો હતો. આ ભવ્ય કિલ્લાના પૂર્વનો ટ્રૉય પણ કહેવાય છે.
વેલ્લોર કિલ્લો (Vellore Fort)-
વેલ્લોર કિલ્લાના વાસ્તુકલાનો ચમત્કાર કહેવાય છે. આ દક્ષિણ ભારતના સૌથી મોટા અને મજબૂત કિલ્લાઓમાંનો એક છે. જો આપે અત્યાર સુધી આ કિલ્લાને નથી જોયો તો એક વખત જરૂરથી જુઓ. આ કિલ્લાનું નિર્માણ 1566માં વિજયનગર સામ્રાજ્યએ કર્યું હતું. વેલ્લોર કિલ્લાની કેટલીક પ્રમુખ ખાસિયત તેની ગ્રેનાઈટની દીવાલ અને ભવ્ય પ્રાચીર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે