Weight Loss Tips: હવે જીમ જવાની જરૂર નથી, આ રીતે ઘટાડી શકો છો વજન; માત્ર કરો આટલું કામ

How To Burn Belly Fat: પૂરતું પાણી પીધા વિના શરીરમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટનું યોગ્ય રીતથી મેટાબોલાઈઝ્ડ થશે નહીં. જ્યારે ફેટ મોટાબોલાઈઝ થાય છે. ત્યારે આ પ્રોસેસને લિપોલીસીસ કહે છે.

Weight Loss Tips: હવે જીમ જવાની જરૂર નથી, આ રીતે ઘટાડી શકો છો વજન; માત્ર કરો આટલું કામ

Weight Loss Tips: આજની વ્યસ્ત લાઈફમાં મોટાભાગના યુવાનોનું વજન ઝડપથી વધી રહ્યું છે, એવામાં વજન ઘટાડવું એકદમ સરળ નથી એના માટે સ્ટ્રિક્ટ ડાયટ અને જીમમાં ઘણી એક્સરસાઈઝ કરવી પડે છે. ત્યારે હવે જે લોકો વગર વર્કઆઉટે વજન ઘટાડાવા માંગે છે તેમને શું કરવું જોઇએ આવો જાણીએ...

જીમમાં એક્સરસાઈઝ અને વજન ઘટાડવાનો ખોરાક ઉપરાંત એક એવી વસ્તુ છે જેનાથી વજન ઘટાડવાની પ્રોસેસ ઝડપી બને છે. આ વાત આપણે બધા જ જાણીએ છીએ કે, શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી પીવું કેટલું જરૂરી છે, પરંતુ તે શરીરની અન્ય જરૂરિયાતોને પૂરી કરવાની સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે. આહારથી મળતા જરૂરી પોષક તત્વો અલગ-અલગ સેલ્સ સુધી પહોંચી જાય છે. સાથે જ ટોક્સિન્સને દૂર કરવામાં મદદ મળે છે અને મેટાબોલિઝમ સહિત પાચન તંત્ર પણ સારી રીતે કામ કરે છે.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, દરરોજ લગભગ 7 થી 8 ગ્લાસ પાણી પીવું જોઇએ કેમ કે, તેનાથી વજન પણ ઘટે છે. જો તમે ભોજન કરતા પહેલા પાણી પીવો છો તો તેની અસર એ થશે કે તમે ખાવાનું ઓછું ખાશો અને કેલેરી ઇન્ટેક પણ ઓછું થશે અને દરરોજ તમે થોડું થોડું વજન ઓછું કરશો. જો કે, આ સાથે તમારે વધારે ઓયલી અને વધારે ગળ્યું ખાવાનું ખાવાથી દૂર રહેવું પડશે. વજન ઘટાડવા ઉપરાંત પાણી દ્વારા ચહેરાનો ગ્લો પાછો લાવી શકાય છે.

પૂરતું પાણી પીધા વિના શરીરમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટનું યોગ્ય રીતથી મેટાબોલાઈઝ્ડ થશે નહીં. જ્યારે ફેટ મોટાબોલાઈઝ થાય છે. ત્યારે આ પ્રોસેસને લિપોલીસીસ કહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news