ગુજરાત નજીક આ ધાર્મિક પ્રવાસન સ્થળે જવા માટે લોકો કરી રહ્યા છે પડાપડી, તમે મુલાકાત લીધી કે નહીં

હાલ ભારતના કુલ પ્રવાસનમાં ધાર્મિક પ્રવાસનનો હિસ્સો 60 ટકાથી વધુ છે, જે દર્શાવે છે કે ભારતના નાગરીકોમાં ધાર્મિક પ્રવાસનનું કેટલુ મહત્વ રહેલું છે. જે દેશમાં કોરોના કાળ પછીથી સતત વધી રહ્યું છે. દેશના વિવિધ ધાર્મિક પ્રવાસન સ્થળોએ પણ સ્થાનિક તેમજ દેશના વિવિધ પ્રદેશોમાંથી લોકો મુલાકાતે આવે છે.  

ગુજરાત નજીક આ ધાર્મિક પ્રવાસન સ્થળે જવા માટે લોકો કરી રહ્યા છે પડાપડી, તમે મુલાકાત લીધી કે નહીં

હાલ ભારતના કુલ પ્રવાસનમાં ધાર્મિક પ્રવાસનનો હિસ્સો 60 ટકાથી વધુ છે, જે દર્શાવે છે કે ભારતના નાગરીકોમાં ધાર્મિક પ્રવાસનનું કેટલુ મહત્વ રહેલું છે. જે દેશમાં કોરોના કાળ પછીથી સતત વધી રહ્યું છે. દેશના વિવિધ ધાર્મિક પ્રવાસન સ્થળોએ પણ સ્થાનિક તેમજ દેશના વિવિધ પ્રદેશોમાંથી લોકો મુલાકાતે આવે છે.  મધ્યપ્રદેશમાં, જ્યાં બે જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઉજ્જૈન અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર આવેલ છે. દર વર્ષે 4 કરોડ લોકો ઉજ્જૈનની મુલાકાતે આવે છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં પણ કોરોના પછી સતત પ્રવાસીઓમાં વધારો જોવા મળ્યો છે. દરરોજના 40 હજાર શ્રદ્ધાળુઓ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરે છે. રાજ્ય સરકારે ઓમકારેશ્વર ખાતે શ્રી આદિ શંકરાચાર્યની 108 ફૂટની વિશાળ પ્રતિમાનું અનાવરણ 21 સપ્ટેમ્બર 2023ના રોજ કર્યું હતું, જે પછી પ્રવાસીઓની સંખ્યામાં 200 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે દર્શાવે છે કે આજકાલ પ્રવાસીઓ ચોક્કસપણે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં રસ ધરાવે છે, તેથી જ મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ મહાકાલ લોક, દેવી લોક, હનુમાન લોક અને રામ રાજા લોક જેવી નવી પહેલો પર કામ કરી રહ્યું છે. દર વર્ષે 1.5 કરોડથી વધુ પ્રવાસીઓ ઓમકારેશ્વરની મુલાકાત લે છે.

શ્રી શિવ શેખર શુક્લા, અગ્ર સચિવ પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગ, મધ્ય પ્રદેશ સરકાર અને મેનેજિંગ ડિરેક્ટર મધ્ય પ્રદેશ પ્રવાસન બોર્ડએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, ખાસ કરીને આધ્યાત્મિક પ્રવાસન ક્ષેત્રે. મધ્યપ્રદેશના 10 મુખ્ય સ્થળોમાંથી 5 ધાર્મિક સ્થળો છે. જેમાં ઉજ્જૈન, મૈહર, ચિત્રકૂટ, ઓમકારેશ્વર અને મૈહરનો સમાવેશ થાય છે. આ વૃદ્ધિ અમારા પવિત્ર સ્થળો, આધ્યાત્મિક કેન્દ્રો અને સાંસ્કૃતિક તહેવારોને પ્રોત્સાહન આપવાના અમારા સમર્પિત પ્રયાસોને દર્શાવે છે. અમારા પ્રદેશના સમૃદ્ધ આધ્યાત્મિક વારસા અને શાંત વાતાવરણને કારણે અમે વિશ્વભરના યાત્રાળુઓ અને સાધકોને આકર્ષિત કરી રહ્યા છીએ. આ ન માત્ર તેમની વ્યક્તિગત મુસાફરીને સમૃદ્ધ બનાવે છે પરંતું આપણી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવે છે અને આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓની ઊંડી સમજણને પ્રોત્સાહન આપે છે.

ઓમકારેશ્વર ખાતે સતત વધી રહ્યાં છે પ્રવાસીઓ
મધ્યપ્રદેશના ઓમકારેશ્વરની દરરોજ 40 હજારથી વધુ લોકો મુલાકાત કરે છે અને જ્યોતિર્લિંગના દર્શન કરે છે. કોરોના કાળ પછીથી પ્રવાસીઓની સંખ્યામાં બમણો વધારો થયો છે. જે ધાર્મિક પ્રવાસનનું મહત્વ દર્શાવે છે. હાલમાં ઓમકારેશ્વર ખાતે શ્રી આદિ શંકરાચાર્યની 108 ફૂટની મૂર્તિનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું જેના બાદથી મુલાકાતીની સંખ્યાં 200 ટકાનો વધારો થયો છે. 

7 કિમીની થાય છે પર્વતની પરિક્રમા
આ ઓમકારેશ્વર પર્વતની પરિક્રમાનું વિશેષ મહત્વ છે. અહીં ઘણા પ્રાચીન મંદિરો અને સ્થાનો છે જે લાખો વર્ષો પહેલા બાંધવામાં આવ્યા હતા. આ ઓમકારેશ્વર પરિક્રમા કરવાથી તમને ભગવાન હોવાનો સાચો પુરાવો મળશે. આ પરિક્રમા કુલ 7 કિમીની છે. 

108 ફૂટની આદિ શંકરાચાર્યની મૂર્તિ
શ્રી આદિ શંકરાચાર્યની 108 ફૂટની મૂર્તિ નર્મદા નદીના કાંઠે માંધાતા પર્વત પર સ્થાપિત છે. આ પ્રતિમા 54-ફીટ પગથિયાંની ઉપર ઉભી છે, જેને 27-ફીટ કમળની પાંખડીનો આધાર છે જે લાલ પથ્થરથી બનેલો છે. આ મૂર્તિનું વજન 100 ટન છે અને તેને 75 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર સ્થાપિત કરવામાં આવી છે.

હવાઈ માર્ગે: દેવી અહિલ્યાભાઈ હોલકર એરપોર્ટ (ઈન્દોર) ઓમકારેશ્વરથી સૌથી નજીકનું એરપોર્ટ છે; 83 કિમીના અંતરે. એરપોર્ટ ભારતના ઘણા શહેરો જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, દિલ્હી, કોલકાતા, મુંબઈ, શ્રીનગર, રાયપુર, લખનૌ, પુણે અને અન્ય સાથે જોડાયેલ છે.

ટ્રેન દ્વારા: ઓમકારેશ્વરનું પોતાનું રેલ્વે સ્ટેશન છે, જે ઓમકારેશ્વર રોડ (મોરટક્કા) રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાય છે. આ સ્ટેશન ખંડવા-અજમેર ગેજમાં આવે છે, અને એક સાંકડી-ગેજ રેલ્વે સ્ટેશન છે. ઓમકારેશ્વરથી સૌથી નજીકનું બ્રોડ-ગેજ રેલ્વે સ્ટેશન ઇન્દોર રેલ્વે સ્ટેશન છે, જે 90 કિલોમીટરના અંતરે છે. ઇન્દોર રેલ્વે સ્ટેશન ભારતના વિવિધ શહેરો અને નગરો સાથે જોડાયેલ છે.

માર્ગ દ્વારા: રાજ્ય અને દેશના મુખ્ય પ્રમુખ શહેરો સાથે રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે. ઓમકારેશ્વરથી કેટલાક સૌથી લોકપ્રિય બસ સ્થળો ઉજ્જૈન, ખંડવા, ખરગોન અને ઈન્દોર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news