Beauty Tips: વરસાદની સિઝનમાં સ્કિનને સુંદર બનાવવા માટે કરો આ સરળ ઉપાય

વરસાદની સિઝનમાં વધુ પડતા લોકો પોતાની સ્કિનની સમસ્યાઓને લઈને હેરાન થતા હોય છે. કેમ કે ચોમાસાના સમયમાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. જે સ્કિનની રચના પર નકારાત્મક અસર કરી શકે છે. ચામડીના નિષ્ણાતોના અનુસાર જેવી રીતે અલગ-અલગ સિઝનમાં લોકો વિવિધ પ્રકારની કપડા પહેરે છે તેમ જ બદલાતા સિઝનમાં સ્કિનની સંભાળમાં બદલાવ કરવો જરૂરી છે.

Beauty Tips: વરસાદની સિઝનમાં સ્કિનને સુંદર બનાવવા માટે કરો આ સરળ ઉપાય

 

નવી દિલ્લીઃ વરસાદની સિઝનમાં વધુ પડતા લોકો પોતાની સ્કિનની સમસ્યાઓને લઈને હેરાન થતા હોય છે. કેમ કે ચોમાસાના સમયમાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. જે સ્કિનની રચના પર નકારાત્મક અસર કરી શકે છે. ચામડીના નિષ્ણાતોના અનુસાર જેવી રીતે અલગ-અલગ સિઝનમાં લોકો વિવિધ પ્રકારની કપડા પહેરે છે તેમ જ બદલાતી સિઝનમાં સ્કિનની સંભાળમાં બદલાવ કરવો જરૂરી છે.

જાણો સ્કિનને હંમેશા સુંદર કેવી રીતે રાખશો:
સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે વરસાદની સિઝનમાં ઘણી વાર સ્કિન શુષ્ક બની જાય છે. નિર્જીવ અને  ખંજવાળ કરી શકે છે. જેથી ખીલની સમસ્યા  વધી શકે છે. જેના સિવાય ચેહેરા પર પરસેવો આવવાથી ચામડીમાં જંતુઓ એકઠા થઈ શકે છે. આવા સમયમાં સ્નાન કરતા વખતે લીમડાના તેલ અને એલોવેરાનો સમયસર ઉપયોગ કરો. આથી તમારી ચામડી હંમેશા સુંદર બની રહેશે.

સ્કિનની માટે લીમડાનું તેલ અને એલોવેરાથી મળશે આ ફાયદાઓ:
1. લીમડાનું તેલ અને એલોવેરા સ્કિનને પોષણ આપે છે. અને આરામ પણ આપે છે.  સાથે જ ગંદકી અને ધૂળથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
2. લીમડો અને એલોવેરામાં એન્ટી બેક્ટેરિયા હોય છે જે  બધા બાજુની સ્કિન માટે મદદરૂપ થાય છે.
3. આ બંને સ્કિનને સાફ કરવા અને તેલના ઉત્પાદનને નિયંત્રણ કરવા માટે મદદરૂપ થાય છે.
4. લીમડો અને એલોવેરા સ્કિનને સાફ કરવામાં મદદ કરે છે.
5. આ બંને વસ્તુઓ સ્કિન પરથી ખીલ અને લાલાશ ઘટાડવામાં પણ મદદરૂપ છે.
6. એલોવેરા નેચરલ હાઇડ્રેટર તરીકે કામ કરે છે અને સ્કિનને ડિહાઇડ્રેશનથી સુરક્ષિત રાખે છે.
 
આવી રીતે કરો ઉપયોગ:
લીમડામાં એન્ટી બેક્ટીરિયલ, એન્ટી ફંગલ અને એન્ટિ-વાયરલ જોવા મળે છે. જે ઈન્ફેક્શનને ખતમ કરી નાખે છે. તમે ઈચ્છો તો બોડી વોશમાં પણ એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. જેના સિવાય સીધા ચેહેરા પર પણ આ વસ્તુઓને લગાવી શકાય છે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news