Neem Paste: ચહેરા પર લગાડો કડવા લીમડાની પેસ્ટ, તમને ક્યારેય નહીં થાય ત્વચા સંબંધિત આ 3 સમસ્યા

Neem Paste: કડવા લીમડાનું ઝાડ તમને કોઈપણ જગ્યાએ સરળતાથી મળી જશે. આ ઝાડના થોડા પાન લઈ તેની પેસ્ટ બનાવી જો તમે ચહેરા પર અપ્લાય કરવાનું શરુ કરો છો તો તમને ત્વચા પર ગજબનો ગ્લો જોવા મળશે અને સ્કિન પ્રોબ્લેમ પણ દુર થવા લાગશે.

Neem Paste: ચહેરા પર લગાડો કડવા લીમડાની પેસ્ટ, તમને ક્યારેય નહીં થાય ત્વચા સંબંધિત આ 3 સમસ્યા

Neem Paste: કડવો લીમડો ઔષધીય ગુણથી ભરપુર હોય છે. કડવો લીમડો સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ લાભકારક છે. ત્વચા સંબંધિત દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન કડવો લીમડો લાવી શકે છે. માર્કેટમાં મળતી બ્યુટી પ્રોડક્ટમાં પણ તમે જોયું હશે કે કડવા લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. કડવા લીમડામાં પ્રાકૃતિક રીતે એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ત્વચામાં બેક્ટેરિયાને વધતા અટકાવે છે. કડવા લીમડાના કારણે ત્વચાની સફાઈ પણ સારી રીતે થાય છે. કડવા લીમડાનો ઉપયોગ કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. જો તમે કડવા લીમડાના પાનની પેસ્ટ બનાવીને ત્વચા પર અપ્લાય કરો છો તો ત્વચાની ત્રણ સમસ્યા તો તમને ક્યારેય નહીં થાય. 

ખીલ

જો તમને ખીલની સમસ્યા હોય તો લીમડાની પેસ્ટનો ઉપયોગ કરો. લીમડાની પેસ્ટ ત્વચા પર લગાડશો તો ખીલની સમસ્યા દૂર થઈ જશે. ખીલના કારણે ત્વચા પર પડેલા ડાઘ પણ લીમડાના પાનની પેસ્ટ લગાડવાથી ધીરે ધીરે ઘટવા લાગે છે. તેના માટે લીમડાના પાનને લઇ પાણીથી સાફ કરી તેને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં તમે ગુલાબજળ પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને 20 મિનિટ માટે ચહેરા પર લગાવો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. 

ત્વચા પર નિખાર 

ત્વચા પર નિખાર મેળવવો હોય તો લીમડાના પાનની પેસ્ટ લગાવો. તેનાથી ત્વચા ખીલી ઉઠશે.. ગ્લોઈંગ ત્વચા માટે લીમડાના પાનની સાથે ગુલાબના પાન મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટનો ઉપયોગ ત્વચા પર કરો. 20 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. 

એન્ટી એજિંગ 

લીમડાના પાણીની પેસ્ટનો ઉપયોગ કરવાથી ત્વચા પર કરવાથી કરચલીઓ વધતી અટકે છે. લીમડાના પાનની પેસ્ટમાં એવા તત્વો હોય છે જે વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરે છે. કડવા લીમડાના પાનની પેસ્ટ બનાવીને તેમાં ચંદન પાવડર ઉમેરી ત્વચા પર લગાડો. તમે ચંદન પાવડરમાં લીમડાના પાનનો રસ ઉમેરીને પેસ્ટ બનાવી શકો છો. આ પેસ્ટ સુકાઈ જાય પછી પાણીથી ચહેરો સાફ કરી લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news