Thailand Tour Package: IRCTC એ ફરી લોન્ચ કર્યું થાઈલેન્ડનું શાનદાર ટૂર પેકેજ, જાણો વિગત

IRCTCએ પ્રવાસીઓની માંગને જોતા ફરી થાઈલેન્ડના ટૂર પેકેજની જાહેરાત કરી છે. આ ટૂર 12 સપ્ટેમ્બરે શરૂ થશે. તમે વધુ જાણકારી માટે આઈઆરસીટીસીની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. 

Thailand Tour Package: IRCTC એ ફરી લોન્ચ કર્યું થાઈલેન્ડનું શાનદાર ટૂર પેકેજ, જાણો વિગત

નવી દિલ્હીઃ IRCTC યાત્રીકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા નવા-નવા નિર્ણયો કરતું હોય છે. આ કડીમાં રેલવે તરફથી દેશના અલગ-અલગ ભાગમાં પર્યટક ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે. આઈઆરસીટીસીએ લખનઉથી થાઈલેન્ડનું હવાઈ ટૂર પેકેજ તૈયાર કર્યું હતું. તેને લઈને યાત્રીકોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. 

5 રાત અને 6 દિવસનું છે પેકેજ
હવે પ્રથમ થાઈલેન્ડ હવાઈ ટૂર પેકેજ ફુલ થવા અને પ્રવાસીઓનો ઉત્સાહ જોતા પાંચ રાત અને 6 દિવસનું ટૂર પેકેજ ફરી રિલોન્ચ કરવામાં આવ્યું છે. યાત્રીકો 12.09.2022થી 17.09.200 સુધી થાઈલેન્ડની મજા માણી સકશે. આઈઆરસીટીસી અનુસાર બેંગકોક અને પટાયાની પ્રાકૃતિક સુંદરતા અને ટૂર પેકેજનો સસ્તો ભાવ પ્રવાસીઓને થાઈલેન્ડ જવા માટે આકર્ષિત કરી રહ્યો છે. 

થાઈલેન્ડમાં આ જગ્યા ફરી શકશો
આ પેકેજમાં પટાયામાં અલકઝાર શોર, કોરલ આઈલેન્ડ તથા નાંગ નૂચ ટ્રાપિકલ ગાર્ડન, બેંગકોકમાં જેમ્સ ગેલેરી, હાફ ડે સિટી ટૂર, ચાઓ પ્રાયા ક્રૂઝ, સફારી વર્લ્ડ તથા મરીન પાર્ક લઈ જવામાં આવશે. આ ટૂર પેકેજના યાત્રીકો માટે લખનઉથી ફ્લાઇટ દ્વારા બેંગકોક વાયા કોલકત્તા અને વાપસીની યાત્રા બેંગકોકથી લખનઉ વાયા દિલ્હી કરવામાં આવી છે. 

મળશે આ સુવિધા
આ હવાઈ યાત્રા પેકેજમાં આવવા/જવાની હવાઈ યાત્રા, વીઝા ફી, થ્રી સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા અને ભારતીય ભોજન (બ્રેકફાસ્ટ, લંચ, ડીનર) આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવશે. બે/ત્રણ વ્યક્તિઓને સાથે રહેવા પર પેકેજનું મૂલ્ય 61700 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને એક વ્યક્તિ માટે પેકેજનું મૂલ્ય 72500 રૂપિયા હશે.

બુકિંગ સમયે જરૂરી ડોક્યુમેન્ટ
- પ્રવેશની તારીખથી છ મહિના માટે કાયદેસર પાસપોર્ટ
- છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ 
- ખાતામાં ન્યૂનતમ વર્તમાન રકમની સાથે પ્રતિ વ્યક્તિ 700 અમેરિકી ડોલર હોવા જોઈએ (લગભગ 56000 રૂપિયા) કે પ્રતિ પરિવાર 1400 અમેરિકી ડોલર (1,12,000 રૂપિયા)

અહીં પેકેજ કરો બુક
આ બેકેજના બુકિંગ માટે લખનઉ સ્થિત આઈઆરસીટીસી કાર્યાલય અને આઈઆરસીટીસીની વેબસાઇટથી કે ઓનલાઇન બુકિંગ કરાવી શકાય છે. વધુ જાણકારી માટે લખનઉના 8287930922/8287930908 નંબર પર સંપર્ક કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news