ફોન પર રડી રહેલા પોતાના અંગત વ્યક્તિને છાના રાખવા છે? તો આટલી બાબતનું ખાસ રાખો ધ્યાન

Relationship Tips: ઘણીવાર તમારુ કોઈ પોતાનુ અથવા તો કોઈ મિત્ર તમારી સામે રડે છે અથવા તો તેનુ દુઃખ વ્યક્ત કરે છે, ત્યારે તેને સંભાળવાનો પ્રયાસ કરો છો. સાથે હોવ ત્યારે તમારા ખભાનો સહારો તમારા સાથીનું મન હળવુ કરવામાં મદદ કરે છે. તમે તેને ભેટી શકો છો. હાથ પકડીને મનોબળ વધારી શકો છો. તેની આંખોમાં જોઈને તેને વિશ્વાસ અપાવી શકો છો કે તમે તેની સાથે છો. પરંતુ જો તે વ્યક્તિ ફોન પર રડે તો તેને ચૂપ કરવુ મુશ્કેલ બની જાય છે.

ફોન પર રડી રહેલા પોતાના અંગત વ્યક્તિને છાના રાખવા છે? તો આટલી બાબતનું ખાસ રાખો ધ્યાન

નવી દિલ્લીઃ ઘણીવાર તમારુ કોઈ પોતાનુ અથવા તો કોઈ મિત્ર તમારી સામે રડે છે અથવા તો તેનુ દુઃખ વ્યક્ત કરે છે, ત્યારે તેને સંભાળવાનો પ્રયાસ કરો છો. સાથે હોવ ત્યારે તમારા ખભાનો સહારો તમારા સાથીનું મન હળવુ કરવામાં મદદ કરે છે. તમે તેને ભેટી શકો છો. હાથ પકડીને મનોબળ વધારી શકો છો. તેની આંખોમાં જોઈને તેને વિશ્વાસ અપાવી શકો છો કે તમે તેની સાથે છો. પરંતુ જો તે વ્યક્તિ ફોન પર રડે તો તેને ચૂપ કરવુ મુશ્કેલ બની જાય છે. નજીક ન હોવાને કારણે તમે ભેટીને તેમના દુ:ખને શેર પણ નથી કરી શકતા. આવી સ્થિતિમાં સમજાતુ નથી કે ફોન પર રડતી વ્યક્તિને ચૂપ કેવી રીતે કરવી. ઘણીવાર ફોન પર શું કહેવુ તે પણ સમજાતુ નછી. જો તમને પણ કૉલ પર રડતી વ્યક્તિને સમજાવવામાં આવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય, તો આ આર્ટીકલ તમને મદદરૂપ સાબિત થશે
ફોન પર રડતા મિત્ર અથવા પ્રિય વ્યક્તિને મિનિટોમાં શાંત કરવા માટે તમે આ ટ્રીક અપનાવી શકો છો.તેમની વાતો પર ધ્યાન આપો-
જો તમારો કોઈ મિત્ર કે કોઈ પોતાનુ ફોન તમારી સામે રડે છે તો તેની વાત પર ધ્યાન આપો. તેમને ખાતરી આપો કે તમે તેમને સાંભળશો, સમજશો અને સમર્થન કરશો. તેને અહેસાસ કરાવો કે તે કેટલો ખાસ છે. તેમને દિલાસો આપવા માટે, તેમના હૃદયને સ્પર્શી જાય એવું કંઈક કહો.તમારા મનને હળવું કરો-
જ્યારે કોઈ માણસ તમારી સામે રડે છે, ત્યારે તે તમને તેના ખૂબ જ ખાસ અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિ માને છે. તેમના વિશ્વાસને જાળવી રાખો. તેમને તેમના હૃદયની વાત કરવા દો. તેમની વાત ધીરજથી સાંભળો. જ્યારે તેનું મન હળવું થશે, ત્યારે તે પોતાની મેળે શાંત થઈ જશે. તમે વ્યસ્ત છો એવું તેમને અહેસાસ ન કરાવો અથવા તેમને પોતાની વાત કહેવામાં ઉતાવળ કરવા કરવાનું ન કહો.પ્રોત્સાહિત કરો-
બની શકે છે કે જ્યારે તમારો મિત્ર ફોન પર રડતો હોય ત્યારે તે શા માટે રડે છે તે સમજાવી ન શકતો હોય કે તે શા માટે રડે છે. તેમના પર દબાણ ન કરો. ફક્ત તેમને તેમના હૃદયની પીડા અથવા મુશ્કેલી તમારી સાથે શેર કરવા માટે પ્રોત્સાહિત કરો.મેસેજ કરો-
કોલ દરમિયાન રડ્યા પછી તે ફોન બંધ કરીને મૂકી દેશે. પરંતુ તમારું કામ અહીં સુધી સમાપ્ત નથી થતું. જો તમે તમારા નજીકના લોકોનું ધ્યાન રાખવા માંગતા હો, તો ફોન પછી, તેને મેસેજ કરીને સમજાવી શકો છો. તમે મેસેજ કરીને ફિલ કરાવી શકો છો કે, તમે તેના પડખે જ ઉભા છો. વારંવાર મેસેજ કરીને ઈરિટેટ ન કરો. પરંતુ સમયાંતરે તેમના હાલચાલ પૂછતા રહો. આમ કરીને તમારા ખાસને અનુભવ કરાવો છો કે તમે તેમની કાળજી લો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news