ભારતના મિની થાઈલેન્ડની સુંદરતામાં અટકી જશે તમારૂ દિલ, નવા વર્ષમાં બનાવો ફરવાનો પ્લાન

મિની થાઈલેન્ડ જવાનો ખર્ચ ખુબ ઓછો છે. અહીંના નજારા અદ્ભુત છે. આ જગ્યા થાઈલેન્ડ જેવી છે. ગાઢ જંગલો વચ્ચે તમે ટ્રેકિંગથી લઈને કેમ્પિંગ, હાઈકિંગ, ફિશિંગ, બર્ડ વાચિંગ કરી શકો છો. 
 

ભારતના મિની થાઈલેન્ડની સુંદરતામાં અટકી જશે તમારૂ દિલ, નવા વર્ષમાં બનાવો ફરવાનો પ્લાન

New Year 2024: ન્યૂ યરમાં કોઈ જગ્યાએ ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો મિની થાઈલેન્ડ જઈ શકો છો. ભારતમાં આ સુંદર ડેસ્ટિનેશન છે અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં ટૂરિસ્ટ અહીં પહોંચે છે. હકીકતમાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ની સુંદર ખીણો વચ્ચે એક આકર્ષક જગ્યા જીભી (Jibhi)છે, જેને મિની થાઈલેન્ડ કહે છે. આવો જાણીએ જિભી કેટલું સુંદર છે અને અહીં કઈ રીતે પહોંચી શકાય.

જીભીની સુંદરતા જોઈ દિલ થઈ જશે ખુશ
જીભીનો નજારો જોઈ તમારૂ દિલ ખુશ થઈ જશે. ત્યાં થાઈલેન્ડ જેવી સુંદરતા છે. બે ખડકો વચ્ચેથી પસાર થતી નદીનું પાણી મુલાકાતીઓને આકર્ષે છે. આ એક ખૂબ જ આકર્ષક સ્થળ છે. જીભીમાં ગાઢ જંગલોની વચ્ચે એક સુંદર ધોધ પણ છે. પડતું પાણી અને તેનો ગડગડાટ અવાજ તમને આરામ આપે છે અને તમને પ્રકૃતિની નજીક લઈ જાય છે. અહીં આવ્યા પછી, તમે કલ્લુની બંજર ખીણની મુલાકાત પણ લઈ શકો છો, જે જીભીથી માત્ર 12 કિમી દૂર છે. તમે અહીં સુંદર ટ્રેકિંગ પણ કરી શકો છો. આ જગ્યા ચારેબાજુ તેજસ્વી સુંદર ફૂલો અને બરફથી ઘેરાયેલી છે.

જીભીમાં શું-શું કરી શકશો
જીભી દેવદારના ઝાડ અને મંદિરો માટે પણ ફેમસ છે. અહીં તમે ફેમેલી, ફ્રેન્ડ્સની સાથે મસ્તી કરવા જઈ શકો છો. જીભી નાની જગ્યા છે પરંતુ ત્યાં તમે મનભરીને આનંદ માણી શકો છો. કેપિંગથી લઈને હાઈકિંગ, ફિશિંગ, બર્ડ વોચિંગની મજા લેવાનું ન ભૂલો. એટલું જ નહીં અહીં કેફે અને રેસ્ટોરન્સ છે, જ્યાં તમે સુંદર ભોજનની મજા માણી શકો છો. 

જીભી કઈ રીતે પહોંચશો
ટ્રેન- જીભીનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન શિમલા છે, અહીંથી 150 કિમી દૂર છે. જ્યાંથી તમે કાર ભાડે લઈ જીભી પહોંચી શકો છો. 

- ફ્લાઇટ- નજીકનું એરપોર્ટ કુલ્લૂની પાસે ભુંતર એરપોર્ટ છે. અહીંથી જીભી 60 કિમી દૂર છે. ત્યાંથી તમને ભાડાની કાર મળી જશે. 

રોડ- દિલ્હીથી ઓટ સુધી જીભી માટે સમય-સમય પર બસ મળે છે. ઓટ સુધી જઈ જીભીની બસ પકડી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news