Aloe vera: શિયાળામાં પણ વાળ અને ત્વચાને સુંદર રાખવા માટે આ રીતે ઉપયોગ કરો એલોવેરા

Aloe vera: એલોવેરા જ્યુસ શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. તે ચહેરાની ચમક વધારવા ઉપરાંત વાળને ખરતાં અટકાવે છે અને ચમકદાર પણ બનાવે છે. આ સિવાય રોજ એલોવેરા જ્યુસ પીવાથી તમને બીજા ઘણા ફાયદા પણ થશે. આજે તમને એલોવેરા જ્યુસનું મહત્વ અને તેને ઔષધી તરીકે શા માટે ઓળખવામાં આવે છે તે જણાવીએ. 

Aloe vera: શિયાળામાં પણ વાળ અને ત્વચાને સુંદર રાખવા માટે આ રીતે ઉપયોગ કરો એલોવેરા

Aloe vera: ઠંડીની ઋતુ આવતાની સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે. તેમાં પણ સૌથી પહેલા તો લોકોના વાળ અને ત્વચા પર ઠંડીની અસર દેખાવા લાગે છે. શિયાળામાં વાળ વધારે ખરે છે અને સાથે જ ત્વચાની શુષ્કતાની સમસ્યાથી લોકો પરેશાન રહે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે તમે એલોવેરા જ્યુસનું સેવન કરી શકો છો.

એલોવેરા જ્યુસ શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. તે ચહેરાની ચમક વધારવા ઉપરાંત વાળને ખરતાં અટકાવે છે અને ચમકદાર પણ બનાવે છે. આ સિવાય રોજ એલોવેરા જ્યુસ પીવાથી તમને બીજા ઘણા ફાયદા પણ થશે. આજે તમને એલોવેરા જ્યુસનું મહત્વ અને તેને ઔષધી તરીકે શા માટે ઓળખવામાં આવે છે તે જણાવીએ. શિયાળામાં તમે એલોવેરા જ્યુસનું સેવન કરીને ખરતા વાળની સમસ્યાથી લઈ ત્વચાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

આ પણ વાંચો: Belly Fat: પેટની ચરબી ઓછી કરવા રોજ પીવું આ પાણી, 8 દિવસમાં દેખાશે અસર
 
આયુર્વેદમાં એલોવેરાને સંજીવની બુટી પણ કહેવામાં આવે છે. એલોવેરા જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. તો ચાલો તમને જણાવીએ તેના લાભ વિશે.

ત્વચા માટે એલોવેરા જ્યુસના ફાયદા

શિયાળાની ઋતુમાં ત્વચા પર ડ્રાયનેસ અને ખીલ વધી જાય છે. ડ્રાયનેસ દુર કરવા માટે જ્યારે તમે ચહેરા પર વધુ પડતી ઓઈલી ક્રીમ અથવા લોશન લગાવો છો ત્યારે આવું થાય છે. શિયાળામાં ખીલ અને ડ્રાસનેસથી છુટકારો મેળવવા માટે તમે ઓઈલી ક્રીમને બદલે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરામાં હાયલ્યુરોનિક એસિડ હોય છે જેના કારણે ત્વચામાં મોઈશ્ચર જળવાઈ રહે છે. તેના ઉપયોગથી કરચલીઓ પણ દૂર થાય છે. 

ખરતા વાળ માટે એલોવેરા જ્યુસ

શિયાળામાં વાળને ખરતાં અટકાવવા માટે એલોવેરા જ્યુસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં રેચક હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવાની સાથે કબજિયાત, એસિડિટી વગેરે સમસ્યાઓથી પણ રાહત આપે છે. જો શિયાળામાં તમારા વાળ ડ્રાય થઈ જાય છે તો એલોવેરા જ્યુસનું સેવન કરો.

જો તમે તમારા વાળની ​​લંબાઈ વધારવા માંગો છો તો એલોવેરા સૌથી વધુ અસરકારક છે. તેના માટે એલોવેરાના પાન તોડી તેની છાલ ઉતારી લો અને પછી તેનો પલ્પ કાઢીને મિક્સરમાં પીસી લો. પછી આ પેસ્ટને વાળમાં લગાવો. ત્યારપછી વાળને પાણીથી સારી રીતે ધોઈ લો.  

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news