અમદાવાદ : રાતના અંધારામાં રમરમાટ દોડી રહેલી STએ પાલડી ચાર રસ્તા પાસે કારને ટક્કર મારી

ગઈકાલે મોડી રાત્રે અમદાવાદમાં એસટી બસ અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ તો થઈ ન હતી, પરંતુ  કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. તો એસટીનો આગળનો ભાગ પણ ડેમેજ થઈ ગયો હતો. 

Jul 5, 2020, 07:53 AM IST

જાવેદ સૈયદ/અમદાવાદ :ગઈકાલે મોડી રાત્રે અમદાવાદમાં એસટી બસ અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ તો થઈ ન હતી, પરંતુ  કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. તો એસટીનો આગળનો ભાગ પણ ડેમેજ થઈ ગયો હતો. 

1/3

મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ પાલડી ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી એસટીએ કારને અડફેટે લીધી હતી. ફોર્ડ કારમાં બે લોકો સવાર હતા. જોકે કારમાં કોઈને જાનહાનિ તો ન થઈ, પરંતુ અકસ્માતમા કારનો બૂડકો વળી ગયો હતો. 

2/3

પોલીસે એસટી ચાલકને ઝડપી પાડ્યો હતો. ફરી એકવાર સાબિત થયું કે એસટીની ડ્રાઈવરો રમરમાટ ગાડીઓ દોડાવી રહ્યાં છે. 

3/3

લોકડાઉનમાં રસ્તા પર વાહનો ન દોડતા અકસ્માતોનું પ્રમાણ નહિવત જેટલું હતું, પરંતુ ફરીથી વાહનો પૂર્વવત થતા ફરી એકવાર અકસ્માતોનો સિલસિલો શરૂ થઈ ગયો છે.