આ રીતે NCBના રડાર પર આવી કોમેડિયન Bharti Singh, જાણો શું છે સજાની જોગવાઈ
NCB ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે અમે ભારતી સિંહની ધરપકડ કરી છે. આ બાજુ લેટેસ્ટ અપડેટ મુજબ એનસીબીએ હવે હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરી લીધી છે.
મુંબઈ: ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ કોમેડિયન ભારતી સિંહની ધરપકડ કરી લીધી છે. ડ્રગ્સ પેડલર્સ પાસેથી મળેલી જાણકારી બાદ NCBએ ભારતીય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. ભારતીના ઘરેથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. NCB ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે અમે ભારતી સિંહની ધરપકડ કરી છે. આ બાજુ લેટેસ્ટ અપડેટ મુજબ એનસીબીએ હવે હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરી લીધી છે.
ડ્રગ પેડલરના મોબાઈલમાંથી મળી જાણકારી
એનસીબીના જણાવ્યા મુજબ ડ્રગ પેડલરના મોબાઈલમાંથી મળેલી જાણકારી બાદ ભારતી પર આ કાર્યવાહી કરાઈ.
ખાર દાંડા વિસ્તારમાંથી પકડાયો હતો ડ્રગ પેડલર
એનસીબીએ ખાર દાંડા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને અહીંથી 21 વર્ષના એક તસ્કરને દબોચ્યો હતો. તેની પાસેથી વિવિધ ડ્રગ્સ મળી આવી જેમાં 15 બ્લોટ એનએસડી કોમર્શિયલ ક્વોન્ટિટીમાં, 40 ગ્રામ ગાંજો અને નિટ્રાઝેપેમ સાઈકોટ્રોપિક દવાઓ સામેલ છે. ડ્રગ્સ તસ્કર પાસેથી મળેલી માહિતીના આધારે એનસીબીએ બે અન્ય જગ્યાએ દરોડા પાડ્યા જેમાં કોમેડિયન ભારતી સિંહની પ્રોડક્શન ઓફિસ અને તેનું ઘર પણ સામેલ હતા. આ બંને જગ્યાએથી એનસીબીને 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો છે.
ભારતી અને હર્ષે ગાંજાના સેવનની વાત સ્વીકારી
ભારતી સિંહ અને તેના પતિ હર્ષ બંનેએ ગાંજાના સેવનની વાત સ્વીકારી છે. ભારતીની NDPS એક્ટ 1986 હેઠળ ધરપકડ થઈ છે.
સજાની જોગવાઈ
બ્યુરોના એક અધિકારીએ કહ્યું કે સિંહના ઘરેથી કથિત રીતે મળી આવેલી માત્રા કાયદા મુજબ 'ઓછી માત્રા' છે. એક હજાર ગ્રામ સુધીનો ગાંજો ઓછી માત્રામાં આવે છે અને તેના માટે છ મહિનાની જેલની સજા અથવા 10,000 રૂપિયાનો દંડ કે પછી બંનેની સજા થઈ શકે છે. કોમર્શિયલ માત્રા (20કિગ્રા કે તેનાથી વધુ) હોવા પર 20 વર્ષની જેલની સજા થઈ શકે છે. તેની વચ્ચેની માત્રા માટે 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.
આજે કોર્ટમાં રજૂ કરાશે
કોમેડિયન ભારતી સિંહને ડ્રગ્સ કેસમાં આજે કોર્ટમાં રજુ કરાશે. ભારતીના ઘરે દરોડા બાદ એનસીબીએ તેને ઓફિસ આવવાનું સમન પાઠવ્યું હતું અને ત્રણ કલાકની પૂછપરછ બાદ ભારતીની ધરપકડ કરાઈ.
Trending Photos