અમદાવાદથી ખતરનાક વરસાદી સિસ્ટમ 150 કિલોમીટર દૂર, ત્રાટકી તો અમદાવાદ થશે પાણી પાણી

Ahmedabad Flood Alert : જરા અમસ્તા વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થયા છે. ગુજરાતની સૌથી મોટી મનપાના વરસાદી પાણીથી હાલ બેહાલ થઈ ગયા છે. ધોધમાર વરસાદે અમદાવાદ શહેરને પાણી પાણી કર્યું છે. ત્યારે હવે અમદાવાદીઓ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે ખતરનાક મોટી વરસાદી સિસ્ટમ અમદાવાદ તરફ આવી રહી છે. હાલ આ સિસ્ટમ અમદાવાદથી માત્ર 150 કિલોમીટર દૂર છે, પરંતું જો તે અમદાવાદ પાસે આવી તો આખા અમદાવાદને ડુબાડી દેશે. 

અમદાવાદ શહેરના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન

1/6
image

અમદાવાદમાં મધરાતથી વરસાદના કારણે હજુ પણ પાણી ઓસર્યા નથી. અમદાવાદ શહેરના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન છે. ડ્રેનેજ લાઈન કે વરસાદ લાઈન કામ નથી આપી રહી. ભાજપ શાસિત AMCની કામગીરી સામે સૌથી મોટો પ્રશ્નાર્થ છે. શું AMCના પમ્પિંગ સ્ટેશનો પણ ક્ષમતાથી નથી કરી રહ્યા કામ? વર્ષે કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતા પણ કામગીરી નહીં. પરંતું આકાશમાં એક વરસાદી સિસ્ટમ એવી ઉભી થઈ છે કે, આખા અમદાવાદને ડુબાડી દેશે.

ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર 150 કિમી દૂર

2/6
image

અપડેટ અનુસાર, ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર 150 કિમી દૂર છે. આવામાં ખરેખર ઈંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે. કમ કે, આ સિસ્ટમ જ્યાંથી પસાર થઈ ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિ સર્જાઇ છે. સાબરમતી નદી પરનું સંત સરોવર ૯૦ ટકા ભરાઈ ગયું છે. ઉપરવાસમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે. નદી કિનારાના વિસ્તારોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. નદી કિનારે નાગરિકોને અવરજવર ન કરવા સૂચના અપાઈ. સંત સરોવરના ૩ દરવાજા ખોલાયા છે. (Image : IMD, India Meteorological Department)

અમદાવાદ મનપાની ખુલી પોલ

3/6
image

અમદાવાદમાં વરસાદ થતાં અમદાવાદ મનપાની ખુલી પોલ છે. બે દિવસના વરસાદમાં એક પણ વોર્ડ એવો નથી જ્યાં પાણી ન ભરાયા હોય. ભાજપાના શાસકો દ્વારા 110 સ્પોટ નક્કી કરી સ્ટ્રોમ વોટર લાઇન નાંખી ત્યાં પાણી ન ભરાવાનો દાવો કરાયો હતો. 110 સ્પોટ સિવાય નવા વિસ્તારો સામે આવ્યા જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. અમદાવાદનો ભાગ્યેજ કોઇ રોડ એવો હશે જ્યાં પાણી ન ભરાયા હોય. એએમસીનો પ્રીમોન્સુન પ્લાન એટલે ભ્રષ્ટ્રાચાર સાબિત થયો છે. અગામી બોર્ડમાં વિપક્ષ મુદ્દાને ઉઠાવી પ્રી મોન્સુન પ્લાનમાં થયેલ ખર્ચની વિગત માંગશે તેવું જણાવ્યું.   

પરેશ ગોસ્વામીની વરસાદને મોટી આગાહી

4/6
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને મોટી આગાહી કરી છે. તેમણે ગુજરાતમાં હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે તેવી આગાહી કરી છે. અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામાં સિસ્ટમ સક્રિય થઈ છે. આજે અને આવતીકાલે બે દિવસ મેઘતાંડવની આગાહી કરી છે. અમુક વિસ્તારમા 15 ઇંચથી વધારે વરસાદ વરસવાની આગાહી છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો રહેશે. તેમણે કહ્યું કે, ડીપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યું છે, જેની અસરથી આવનારા 36 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ તાંડવ થશે. ભારેથી અતિ ભારે વરસાદ પડશે, સાવધાન રહેજો.  

મુખ્ય મંત્રીએ  જિલ્લા કલેક્ટરઓ અને મ્યુન્સિપલ કમશનરોને સૂચના આપી

5/6
image

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી, મુખ્ય મંત્રીએ  જિલ્લા કલેક્ટરઓ અને મ્યુન્સિપલ કમશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ.

સરદાર સરોવર ડેમમાં 88.74 ટકા પાણી

6/6
image

સારા વરસાદથી રાજ્યના 60 ડેમ પાણીથી ભરાયા. મધ્ય ગુજરાતના 6 ડેમ પાણીથી ભરાયા. દક્ષિણ ગુજરાતના 9 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા. કચ્છના 6 ડેમ પાણીથી છલોછલ ભરાયા. સૌરાષ્ટ્રના 39 ડેમ નવા નીરથી ભરાઈ ગયા. ઉત્તર ગુજરાતનો એકપણ ડેમ હજુ નથી ભરાયો. હાલ ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 33.74 ટકા પાણી છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 69.99 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 78 ટકા પાણી છે. કચ્છના 20 ડેમમાં 50.72 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 59.86 ટકા પાણી છે. રાજ્યના 207 ડેમમાં કુલ 75.97 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 88.74 ટકા પાણી છે. બીજી તરફ, રાજ્યના 72 જળાશયોમાં 90 ટકાથી વધારે પાણી ભરાયું છે. 22 જળાશયોમાં 80થી 90 ટકા પાણીનો જથ્થો છે. 9 જળાશયોમાં 70થી 80 ટકા પાણી છે. 103 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે.