Photos: તાજમહેલ જોઈને બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ 'Thank you India'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આગરામાં પ્રેમની નિશાની તાજમહેલની મુલાકાત લીધી હતી. પોતાની પત્ની સાથે તાજમહેલ જોવા પહોંચેલા ટ્રમ્પે અહીં ઐતિહાસિક વારસાની જાણકારી લીધી અને આ યાત્રા માટે ભારતના લોકોનો આભાર પણ માન્યો હતો. જુઓ ટ્રમ્પની આ યાત્રાની ખાસ તસવીરો...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પત્ની મેલાનિયા, પુત્રી ઇવાન્કા અને જમાઈ જેરેડ સાથે આગરાના તાજમહેલની મુલાકાત લીધી હતી.
ડાયના બેંચની પાસે ખેંચાવી ખાસ તસવીર
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની તાજમહેલ યાત્રા દરમિયાન અહીં ડાયના બેંચની પાસે ખાસ તસવીર ખેંચાવી. આ દરમિયાન તેમની પત્ની પણ સાથે હાજર રહી હતી.
40 મિનિટથી વધુ સમય સુધી રહ્યાં ટ્રમ્પ
40 મિનિટથી વધુ સમય ટ્રમ્પે તાજમહેલનું ભ્રમણ કર્યું હતું. તેમણે મુગલ ગાર્ડનનું પણ નજીકથી નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમની પુત્રી ઇવાન્કાએ પણ અહીં ફોટા પડાવ્યા હતા.
પત્ની મેલાનિયાની સાથે પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાની પત્ની અને અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પની સાથે તાજમહેલનું ભ્રમણ કરવા પહોંચ્યા હતા.
વિઝિટર બુકમાં લખ્યો ખાસ સંદેશ
તાજમહેલના રોયલ ગેટથી પ્રવેશ બાદ ટ્રમ્પે અહીં વિઝિટર બુકમાં ભારતના લોકો માટે ખાસ સંદેશ લખ્યો હતો.
ટ્રમ્પે લખ્યું થેંક યૂ ઈન્ડિયા
તાજમહેલની વિઝિટર બુકમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના હાથે લખ્યું- તાજમહેલ અમને પ્રેરણા આપે છે. આ ભારતની સંસ્કૃતિની વિભિન્નતા અને સંપન્નતાનો શાનદાર વારસો છે. થેંક યૂ ઈન્ડિયા.
રાષ્ટ્રપતિની પુત્રી ઇવાન્કાએ પણ લીધી તાજમહેલની મુલાકાત
ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા અને તેમના પતિ જેરેડ કુશનરે પણ તાજમહેલની મુલાકાત લીધી હતી.
તાજમહેલ જોનારા ત્રીજા અમેરિકી રાષ્ટ્રપતિ છે ટ્રમ્પ
તાજમહેલની મુલાકાત લેનાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ છે. તેમની પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પણ તાજમહેલ જોઈ ચુક્યા છે.
Trending Photos