Pics : Zeenat Amanના બર્થડે પર જાણો એ કિસ્સો, જેમાં રાજ કપૂર તેમનું રૂપ જોઈ સ્તબ્ધ થયા હતા

ઝિન્નત અમાન 1970ના દાયકામાં બોલિવુડના ટોચના એક્ટ્રેસ હતા અને તેમણે 1985માં અભિનેતા મજહર ખાન સાથે લગ્ન કર્યા હતા.

નવી દિલ્હી :પોતાના જમાનાની ગ્લેમરસ અભિનેત્રી ગણાતી ઝિન્નત અમાન (Zeenat Aman) આજે પોતાનો 68મો જન્મદિવસ ઉજવી રહી છે. ઝિન્નત અમાનનો જન્મ 19 નવેમ્બર, 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઝિન્નત અમાન 1970ના દાયકામાં બોલિવુડ (Bollywood) ની ટોપ એક્ટ્રેસ તરીકે પોપ્યુલર બની હતી અને તેમણે 1985માં એક્ટર મઝહર ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ મઝહરના નિધન બાદ ઝિન્નત અમાને પોતાના બાળકો માટે ક્યારેય બીજા લગ્ન ન કર્યાં. આજે તેમના જન્મદિવસ પર અમે તેમના જીવન સાથે જોડાયેલી એવી વાતો કહીશું, જે તમે ક્યારેય સાંભળી નહિ હોય. 

1/5
image

બે વર્ષ પહેલા ઝિન્નત અમાને એક ટીવી શોમાં કહ્યું હતું કે, ફેમસ ફિલ્મ નિર્માતા રાજ કપૂરે જ્યારે તેમને ‘સત્યમ શિવમ સુંદરમ’ ફિલ્મ માટે સાઈન કરી હતી, ત્યારે તેમને સોનાના સિક્કા આપ્યા હતા.

2/5
image

ઝિન્નતે જણાવ્યું કે, મને ‘સત્યમ શિવમ સુંદરમ’ ફિલ્મમાં રૂપાનું પાત્ર ભજવવાની તક મળી હતી. ત્યારે રાજકપૂર મારા લૂક ટેસ્ટ દરમિયામ મને રૂપાના રોલમાં જોઈને સરપ્રાઈઝ થઈ ગયા હતા.  

3/5
image

રૂપાના પાત્રને લઈને ઝિન્નત અમાનનું જે ઈન્વોલ્વમેન્ટ હતું, તેના રાજ કપૂરે ભારે વખાણ કર્યાં હતા. તેથી જ તેમણે ઝિન્નતને સોનાના સિક્કા આપ્યા હતા અને તેમને ફિલ્મ માટે સાઈન કરી હતી.

4/5
image

ઝિન્નતના પિતા અમાનુલ્લાહ ખાન એક પ્રખ્યાત હતા. પરંતુ જ્યારે ઝિન્નત માત્ર 13 વર્ષની હતી ત્યારે જ તેના પિતાનુ મૃત્યુ થયું હતું.

5/5
image

ઝિન્નતે પોતાનો અભ્યાસ લોસ એન્જેલસમાં કર્યો હતો અને તેના બાદ ભારત પરત ફરી હતી. સૌથી પહેલા તેમણે ફેમિના માટે પત્રકારનું કામ કર્યું હતું. તેના બાદ તેમના મોડલિંગ કરિયરની શરૂઆત થઈ હતી. 1970માં તેમણે મિસ એશિયા પેસિફિકનો ખિતાબ મળ્યો હતો.