રસ્તામાં બીમાર પડી મહિલા, મુસ્લિમ કોન્સ્ટેબલે ખભે ઊંચકી 6 કિમી ચાલીને કરાવ્યા મંદિરમાં દર્શન, જુઓ PHOTOS

 58 વર્ષની મહિલા માંગી નાગેશ્વરમ્મા તિરુમાલા મંદિરના બે દિવસના ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. તેઓ પગપાળા મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ રસ્તામાં અચાનક જ તેમની તબિયત બગડી ગઈ. 

આજકાલ તો માણસોમાં એક બીજા માટે કરુણતા ખુબ જવલ્લે જોવા મળતી હોય છે. એટલે સુધી કે લોકો ધર્મ, જાત પાત માટે એક બીજાના જીવના દુશ્મન બની જાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જે ભારતની અસલ તસવીર લોકો સામે રજુ કરે છે અને જ્યારે હવે આ દોરમાં કોઈ માણસાઈની મિસાલ રજુ કરે, ધર્મથી ઉપર ઉઠીને કામ કરે તો તે વ્યક્તિ પ્રશંસાને પાત્ર બની જાય છે. 

1/5
image

આવું જ કઈંક હૈદરાબાદમાં જોવા મળ્યું. જ્યાં એક મુસ્લિમ કોન્સ્ટેબલે એક બીમાર મહિલાને પોતાના ખભે ઊંચકીને 6 કિલોમીટર સુધી પગપાળા જઈને તિરુમાલા મંદિરમાં પૂજા અર્ચના કરાવી. 

2/5
image

વાત જાણે એમ છે કે 58 વર્ષની મહિલા માંગી નાગેશ્વરમ્મા તિરુમાલા મંદિરના બે દિવસના ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. તેઓ પગપાળા મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ રસ્તામાં અચાનક જ તેમની તબિયત બગડી ગઈ. તેઓ બ્લડ પ્રેશરના કારણે બેહોશ થઈ ગયા. આવામાં એક ફરિશ્તો આવ્યો જેનું નામ છે શેખ અરશદ. 

3/5
image

શેખ અરશદ તીર્થયાત્રીઓની સુરક્ષા માટે તૈનાત છે. જે જગ્યાએ મહિલાની તબિયત બગડી ત્યાંથી મંદિર 6 કિલોમીટર જેટલું દૂર હતું. આ દરમિયાન શેખ અરશદ પહેલા મહિલાને લઈને હોસ્પિટલ ગયો અને ત્યારબાદ તેને ખભે લાદીને 6 કિલોમીટર સુધી ચાલ્યો જેથી કરીને મહિલા પોતાની તીર્થયાત્રા પૂરી કરી શકે. 

4/5
image

આ મહિલાને પોતાની પીઠ પર લઈ જનારા મુસ્લિમ કોન્સ્ટેબલની આ ઉત્કૃષ્ટ તસવીર જે પણ રસ્તામાંથી પસાર થતા હતા તે પોતાના કેમેરામાં કેદ કરતા જતા હતા. સોશિયલ મીડિયામાં હાલ આ તસવીરો વાયરલ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર શેખ અરશદના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. 

5/5
image

શેખ અરશદના કામના વખાણ તેમના સીનિયર અધિકારીઓ પણ કરે છે. એટલે સુધી કે ડીજીપી ગૌતમ સ્વાંગે પણ તેમના વખાણ કર્યા. તેમણે કહ્યું કે શેખ અરશદનું આ પગલું ફરજ માટે જુસ્સો પેદા કરનારું છે.