ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાઈ : આંધી તોફાન સાથે વરસાદની શરૂઆત, પોશીના પાણી પાણી થયું

Cyclone Remal Latest Updates : પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર ત્રાટકવાના રેમલ વાવાઝોડાની અસર ગુજરાતમાં દેખાવા લાગી છે. ગઈકાલે સાંજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં તોફાની પવન સાથે વરસાદ ત્રાટક્યો છે. પોશીના વિસ્તાર વરસાદથી પાણી પાણી થઈ ગયો છે.  
 

1/5
image

સાબરકાંઠાના પોશીનામાં ગઈકાલે સાંજે અચાનક વરસાદનું આગમન થયું હતું. ગઈકાલે સાંજે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેને કારણે પોશીનાનું વાતાવરણ બદલાયું હતું.  24 કલાકમાં 18 મીમી વરસાદ નોંધાયો છે. 

2/5
image

પોશીનામાં વરસાદને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યુ. અસહ્ય ઉકળાટ વચ્ચે વાવઝોડા બાદ વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ઝાડ પડવાના બનાવો બન્યા હતા. વાવાઝોડાને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ પડી જતા વીજપ્રવાહ બંધ થયો હતો.

3/5
image

ગુજરાતમાં હજુ આગામી 2 દિવસ હીટવેવની આગાહી છે. આગામી બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થશે તેવુ હવામાન વિભાગનું કહેવું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે તેવી આગાહી છે. 

4/5
image

ચક્રવાતના દરિયા પર ત્રાટકવાનો સમયે સમુદ્રમાં 1.5 થી 2 મીટર ઉંચી લહેરો ઉઠવાની આશંકા છે. જેમાં દરિયાઈ એરિયાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચલા વિસ્તારો પાણીમાં ડૂબી શકી છે. હવામાન વિભાગે 27 મેના રોજ સવારે બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે દરિયાઈ વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

5/5
image

હવામાન વિભાગે કહ્યું કે, બંગાળની ખાડી પર દબાણ બની ગયું છે. રવિવાર સાંજ સુધી રેલમ ચક્રવાતમાં ફેરવાઈ જશે. 26 મેના રોજ રાતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સમુદ્ર તટ પર વાવાઝોડાની એન્ટ્રી થશે. જેમાં 135 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે 26 અને 7 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓરિસ્સાના દરિયાઈ કાંઠે ભારે વરસાદની ચેતવણી આપી છે.