PICS: એક સમયે સુશાંત સાથે રિલેશનમાં રહી ચૂકેલી સારાને સાવકી માતાના હેન્ડસમ ભાઈ સાથે કરવા છે લગ્ન!

ડ્રગ્સ કેસમાં પોતાનું નામ આવ્યા બાદ જો કે આજકાલ સારા સોશિયલ મીડિયામાં ઓછી જોવા મળે છે.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને ખુબ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે. તે પોતાની સુંદરતાની સાથે સાથે ખુબ મહેનત કરવા માટે જાણીતી છે. દર્શકોએ તેની ફિલ્મોને ખુબ બિરદાવી છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ એક્ટિવ રહે છે. ડ્રગ્સ કેસમાં પોતાનું નામ આવ્યા બાદ જો કે આજકાલ સારા સોશિયલ મીડિયામાં ઓછી જોવા મળે છે.

એક શોમાં કર્યો હતો ખુલાસો

1/4
image

સારા છાશવારે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેના લાખો દીવાના છે પરંતુ તમને ખબર છે તે કોની દીવાની છે? સારા અલી ખાને એક શોમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ શોમાં સારા તેના પિતા સૈફ અલી ખાનને કહેતી જોવા મળી કે તેરણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગે છે અને કાર્તિક આર્યન સાથે ડેટ પર જવા ઈચ્છે છે. 

પર્સનલ સવાલના બિન્દાસ થઈને આપ્યા હતા જવાબ

2/4
image

સારા એક વખત પોતાના પિતા સૈફ અલી ખાન સાથે એક કોફી શોમાં ગઈ હતી. સારાએ શોમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈવ સંબંધિત કેટલાક સિક્રેટ શેર કર્યા હતા. શોમાં કરણે સારા અલી ખાનને એક પર્સનલ સવાલ પૂછ્યો હતો. જેનો સારાએ હિંમત સાથે જવાબ આપ્યો હતો. હિંમત એટલા માટે કહી શકાય કારણ કે તેણે પિતા સામે આ જવાબ આપ્યા હતા.

સાવકી માતાના ભાઈ સાથે કરવા છે લગ્ન!

3/4
image

સારાએ કહ્યુંકે તે તેની સાવકી માતા કરીના કપૂરના ભાઈ રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગે છે. તેણે વધુમાં કહ્યું કે તે રણબીરને ડેટ કરવા માંગતી નથી. પરંતુ લગ્ન કરવા ઈચ્છે છે. જેના પર કરણે તેને પૂછ્યું કે તે કોની સાથે ડેટ પર જવા માંગે છે તો તેણે જવાબ આપ્યો હતો કે કાર્તિક આર્યન. 

છોકરો પૈસાવાળો હોવો જોઈએ

4/4
image

આ બધા વચ્ચે કરણ જૌહરે સૈફ અલી ખાનને પૂછ્યું કે તે સારાના બોયફ્રેન્ડને કયો પ્રશ્ન પૂછશે તો તેણે કહ્યું કે હું તેને રાજકીય વિચારો અને ડ્રગ્સ વિશે સવાલ પૂછીશ. જો કે સારા જે છોકરાને પસંદ કરે તેની સાથે લગ્ન કરે તેની સામે અમને કોઈ આપત્તિ નથી. સૈફે વધુમાં કહ્યું કે જે છોકરો મારી પુત્રી સાથે લગ્ન કરવા માંગતો હોય તેને પાસે પૈસા હોવા જોઈએ.