સેલ્ફી વિથ જગન્નાથઃ ઝી 24 કલાકના અભિયાનને લોકોએ વધાવ્યું

ઝી 24 કલાક દ્વારા રથયાત્રા નિમિત્તે 'સેલ્ફી વીથ જગન્નાથ' નામનું એક વિશેષ અભિયાન ચલાવાયું હતું, જેને લોકોએ વધાવી લીધું હતું. ભગવાન જગન્નાથના ભક્તોએ ટીવી પર જીવંત પ્રસારિત થઈ રહેલી રથયાત્રામાં નગરચર્યાએ નિકળેલા ભગવાન જગન્નાથ સાથે સેલ્ફી ખેંચીને ઝી ટીવીને મોકલી આપી હતી. 

અમદાવાદઃ અષાઢી બીજ નિમિત્તે અમદાવાદમાં પરંપરાગત રથયાત્રા નિકળી છે અને ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રા, ભાઈ બળદેવ સાથે નગરચર્યાએ નિકળ્યા છે. ભગવાનના આ નગર ભ્રમણ દરમિયાન ભક્તોનું ઘોડાપુર તેમની સાથે શહેરમાં ચાલી રહ્યું છે. અમદાવાદમાં નિકળેલી રથયાત્રામાં અનેક રંગ જોવા મળી રહ્યા છે. ક્યાંક નાના ભુલકા અખાડાના જાત-જાતના કરતબ દેખાડી રહ્યા છે તો ક્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રા અને ભક્તોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આજે, ભગવાને પણ રંગ રાખ્યો છે અને રથયાત્રા પર સવારથી જ અમી છાંટણા થઈ રહ્યા છે. 

સેલ્ફી વિથ જગન્નાથ

1/6
image

રથયાત્રા નિમિત્તે ઝી 24 કલાક દ્વારા 'સેલ્ફી વિથ જગન્નાથ' નામનું એક અભિયાન ચલાવાયું હતું, જેને રાજ્યના લોકોએ વધાવી લીધું હતું.   

લોકોએ મોકલ્યા પોતાના અને પરિવારના ફોટા

2/6
image

ભગવાન જગન્નાથના ભક્તોએ ટીવી પર જીવંત પ્રસારિત થઈ રહેલી રથયાત્રામાં નગરચર્યાએ નિકળેલા ભગવાન જગન્નાથ સાથે સેલ્ફી ખેંચીને ઝી ટીવીને મોકલી આપી હતી. ઝી ટીવીએ લોકોએ મોકલેલી આ 'સેલ્ફી વિથ જગન્નાથ'ની તસવીરોનું ટીવી પર પ્રસારણ કર્યું હતું. 

લોકોનો માનવ મહેરામણ

3/6
image

અમદાવાદમાં નિકળેલી રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.   

પરિવાર સાથે ઉજવ્યો અનોખો અવસર

4/6
image

અનેક લોકો રથયાત્રામાં જોડાઈ ન શક્તાં તેમણે ઘરે રહીને ટીવી પર થઈ રહેલું રથયાત્રાનું જીવંત પ્રસારણ જોઈને રથયાત્રામાં જોડાવાનો આનંદ લીધો હતો.   

પરિવારના સભ્યોએ મોકલી સેલ્ફી

5/6
image

ઝી 24 કલાકના 'સેલ્ફી વિથ જગન્નાથ' અભિયાનમાં લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો અને પરિવારના દરેક સભ્યની અલગ-અલગ તસવીર ખેંચીને મોકલી હતી.   

ઝી 24 કલાકનો વિશેષ ટેબ્લો

6/6
image

અમદાવાદની રથયાત્રામાં ઝી 24 કલાક દ્વારા એક વિશેષ ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યો હતો.