ન્યૂઝ ઈન ગુજરાતી

Teacher's Day 2020 : જાણો વિશ્વના કયા દેશમાં ક્યારે ઉજવાય છે શિક્ષક દિવસ...

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે દેશમાં 5 સપ્ટેમ્બરને 'શિક્ષક દિવસ' તરીકે મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા.

Sep 5, 2020, 04:01 PM IST

ડૂંગળીના ભાવ ભારતમાં આભને આંબ્યા છે ત્યારે આ ચાર દેશ આવ્યા મદદે

અફઘાનિસ્તાન(Afghanistan), ઈજિપ્ત (Egypt), તુર્કી(Turkey) અને ઈરાન (Iran) ખાતેનાં ભારતીય મિશનોને ભારતને ડૂંગળીનો પૂરવઠો પુરતા પ્રમાણમાં પહોંચાડવા માટે જણાવાયું છે.

Nov 6, 2019, 02:33 PM IST

#IndiaKaDNA : દિલ્હીમાં ઓડ-ઈવન ફોર્મ્યુલાથી પ્રદૂષણમાં થયો ઘટાડો- સિસોદિયા

સિસોદિયાએ જણાવ્યું કે, જો આજે આપણે જવાબદારી નહીં લઈએ તો ગાડીઓનું પ્રદૂષણ કેવી રીતે ઘટશે. જવાબદારી તો લેવી પડશે. દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા અંગે મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, સરકારી શાળાઓનું પ્રદર્શન અનુકરણીય થયું છે. 
 

Nov 1, 2019, 04:26 PM IST

ત્રણ લગ્ન, રેખા સાથે અફેર, હંમેશાં વિવાદોમાં જ રહ્યું છે આ અભિનેતાનું અંગત જીવન

વર્ષ 1958માં વિનોદ મહેરાએ ફિલ્મ 'રાગિની' સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે કિસોર કુમારની કિશોર વયની ભૂમિકા ભજવી હતી. 'લાલ પથ્થર', 'અમર પ્રેમ', 'અનુરાગ', 'કુંવારા બાપ' અને 'અર્જુન પંડિત' જેવી ફિલ્મોમાં તેમની શાનદાર ભૂમિકા રહી છે. આ ફિલ્મો ઉપરાંત વિનોદ મહેરા પોતાની લવ લાઈફના કારણે પણ ઘણો જ ચર્ચામાં રહ્યો છે. 

Oct 30, 2019, 12:10 PM IST

જાણો, કઈ ટીમે રમી કેટલી ડે-નાઈટ ટેસ્ટ મેચ, પ્રથમ મેચમાં ભારત કરશે કમાલ?

ભારતે અત્યાર સુધી એક પણ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB) પણ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ડે-નાઈટ ટેસ્ટ રમવા રાજી થઈ ગયું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22 નવેમ્બરથી કોલકાતામાં ટેસ્ટ રમાવાની છે, જનું ફોર્મેટ ડે-નાઈટ હશે. બારતમાં પ્રથમ વખત હવે દૂધિયા પ્રકાશમાં ગુલાબી બોલથી ટેસ્ટ મેચ રમાવાશે. 

Oct 30, 2019, 11:35 AM IST

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત 575 શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો જશે કરતારપુર કોરિડોર

કરતારપુર સાહિબ જનારા પ્રથમ જથ્થામાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, હરસિમરત કૌર બાદલ, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પંજાબના તમામ સાંસદો અને ધારાસભ્યો સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબરના રોજ લાંબી ચર્ચાઓના અંતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતાપુર કોરિડોર માટે શ્રદ્ધાળુઓને આવવા-જવાની પરવાનગી આપવા સહિતના અનેક મુદ્દે કરાર કરાયા હતા. 

Oct 29, 2019, 11:15 PM IST

સાઉદી અરબ ભારતમાં 100 બિલિયન ડોલરનું કરશે રોકાણ, અનેક ક્ષેત્રે કરાર

ભારતની સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સતિએ જણાવ્યું કે, "સાઉદી અરબ ભારતમાં ઊર્જા, રિફાઈનિંગ, પેટ્રોકેમિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચર, મિનરલ્સ અને માઈનિંગ ક્ષેત્રે 100 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું વિચારી રહ્યું છે. સાઉદી આરબની સૌથી મોટી તેલ રિફાઈનરી અરામકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. સાથે વ્યૂહાત્મક ભાગીદારી અંગે વિચારી રહી છે."

Oct 29, 2019, 10:52 PM IST

જમ્મુ-કાશ્મીરઃ કુલગામમાં 5 બિન-કાશ્મીરી મજુરોની આતંકવાદીઓએ કરી હત્યા

સૂત્રોએ જણાવ્યું કે, આ હુમલામાં એક મજુર ઘાયલ થયો છે. પ્રાપ્ત માહિતી અુસાર માર્યા ગયેલા તમામ મજૂરો પશ્ચિમ બંગાળના હતા અને તેઓ અહીં રોજમદાર તરીકે કામ કરતા હતા. 

Oct 29, 2019, 10:00 PM IST

આજે દુનિયા બદલાઈ ગઈ છે, આપણે આપણાં વિચારો બદલવા પડશેઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સાઉદી અરબ સાથે ભારતના ઘણા જુના સંબંધો છે. વિશ્વ કલ્યાણ માટે નવા માર્ગો શોધવા જરૂરી છે. આગામી 5 વર્ષમાં ભારતનું અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરનું થવાનું છે. હું આજે અહીં વેશ્વિક વેપારને અસરકર્તા 5 ટ્રેન્ડ પર ચર્ચા કરવાનો છું. 

Oct 29, 2019, 09:10 PM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટઃ બગદાદીનું સ્થાન લેનારો આતંકી પણ ઠાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી કે, ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી અબુ બકર અલ બગદાદી સીરિયામાં અમેરિકન ઓપરેશનમાં માર્યો ગયો છે. બીબીસીના રિપોર્ટ અનુસાર ટ્રમ્પે કહ્યું હતું કે, સ્પેશિયલ ફોર્સની એક રેડ દરમિયાન બગદાદીએ પોતાનો સ્યુસાઈડ વેસ્ટ પહેરીને ઉડાવી દીધો હતો. 
 

Oct 29, 2019, 08:49 PM IST

મરણપથારીએ પહોંચેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફને મળ્યા 8 સપ્તાહના જામીન

ડોક્ટરે કોર્ટને નવાઝની તબિયત અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, "તેમની હાલત અત્યંત નાજુક છે. તમામ પ્રયાસો બાદ પણ તેમના પ્લેટલેટમાં વધારો નથી થઈ રહ્યો. તેમને હૃદયરોગનો હુમલો પણ આવી ચૂક્યો છે."
 

Oct 29, 2019, 07:45 PM IST

ન્યૂડ અને સમલૈંગિક સંબંધોના ફોટા લીક થતાં અમેરિકાની આ સાંસદને આપવું પડ્યું રાજીનામું

32 વર્ષની કેટી હિલ વર્ષ 2018માં યોજાયેલી પેટાચૂંટણીમાં ચૂંટાઈ હતી. તે ડેમોક્રેટિક પાર્ટીની રાઈઝિંગ સ્ટાર હતી. તેણે રિપબ્લિકનનો ગઢ ગણાતી લોસ એન્જેલસની સીટ આંચકી લીધી હતી.તેના વિજયના કારણે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ડેમોક્રેટ્સનું પાસું મજબુત થઈ ગયું હતું. 

Oct 29, 2019, 07:06 PM IST

દેવેન્દ્ર ફડણવીસના નિવેદનથી શિવસેના થઈ નારાજઃ ભાજપ સાથેની મીટિંગ કરી રદ્દ

સંજય રાઉતે કહ્યું કે, અગાઉ આજે સાંજે 4 વાગે ચર્ચા શરૂ થવાની હતી. હવે જ્યારે મુખ્યમંત્રી જ એવું કહી રહ્યા છે કે 50-50 ફોર્મ્યુલા જેવી કોઈ વાત થઈ નથી તો પછી અમે કયા આધારે વાત કરીશું. આથી, ઉદ્ધવ ઠાકરેએ બંને પાર્ટીની નક્કી થયેલી મીટિંગ રદ્દ કરી નાખી છે. 

Oct 29, 2019, 05:09 PM IST

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના દ્રબગામમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

સીઆરપીએફ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, કેટલાક અજાણ્યા આતંકવાદીઓએ દ્રબગામમાં એક સ્કૂલમાં પરીક્ષ કેન્દ્ર પર તૈનાત સીઆરપીએફ પર 6-7 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષા માટે તૈનાત કરાઈ હતી. હજુ સુધી કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. 
 

Oct 29, 2019, 04:46 PM IST

શાહરૂખ ખાનનો સ્પેશિયલ ઈન્ટરવ્યુ સ્પેશિયલ વ્યક્તિ સાથે, લોકોએ કર્યો ખૂબ પસંદ

નેટફ્લિક્સ(Netflix) પર તેને જોયા પછી શાહરૂખ ખાનના પ્રશંસક તેના પર પ્રતિક્રકિયા આપતાં ખુદને રોકી શક્યા નથી. ટ્વીટપર બોલિવૂડના 'બાદશાહ' પર ભરપૂર પ્રેમ વરસાવાઈ રહ્યો છે. શાહરૂખે ટ્વીટ પર કહ્યું કે, તેણે પોતાના નાના પુત્ર અબરામ સાથે આ ઈન્ટરવ્યૂ જોયો છે. 
 

Oct 29, 2019, 04:24 PM IST

જમ્મુ-કાશ્મીર કલમ-370: લશ્કરની હિટ લિસ્ટમાં પીએમ મોદી, અમિત શાહ, વિરાટ કોહલીનું નામ

લશ્કરે પોતાનું નવું નામ ઓલ-ઈન્ડિયા લશ્કર-એ-તૈયબા રાખ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થયા પછી નવા નામથી સક્રિય થયેલા આ સંગઠને એક હિટ લિસ્ટ બહાર પાડ્યું છે. આ હિટ લિસ્ટ NIA ઓફિસને મોકલવામાં આવ્યું છે. મોકલનારાના નામના સ્થાને ઓલ ઈન્ડિયા લશ્કરે તૈયબા હાઈ પાવર કમિટિ, કોઝીકોડ, કેરળ લખ્યું છે. 

Oct 29, 2019, 03:50 PM IST

ચંડીગઢઃ ફટાકડાની ચિનગારીના કારણે 5 લોકોએ ગુમાવી દૃષ્ટિ, અનેક ઘાયલ

ચંડીગઢના પીજીઆઈ એડવાન્સ આઈ સેન્ટરમાં દિવાળીની રાત્રે 5 લોકોની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. પીજીઆઈના ડોક્ટર સવલીને જણાવ્યું કે, હવે થોડા દિવસ પછી ખબર પડશે કે તેમની કેટલા ટકા દૃષ્ટિ પાછી આવી છે. આ ઉપરાંત અન્ય 10લોકોની પણ આંખોમાં નુકસાન થયું છે, જોકે, તેમને મોટું જોખમ નથી. 
 

Oct 28, 2019, 11:44 PM IST

રહસ્યમય મિશન પર ગયેલું પાઈલટ વગરનું વિમાન 780 દિવસે ધરતી પર પાછું આવ્યું

સ્પેસ ડોટ કોમ અનુસાર એરફોર્સ ચીફ સ્ટાફ જનરલ ડેવિડ એલ. ગોલ્ડફીને એક નિવેદનમાં જણાવ્યું કે, "પાઈલટ રહિત વિમાનું સફળ પાછું આવવું અને પોતાનો જ રેકોર્ડ તોડવો સરકાર અને ઉદ્યોગ વચ્ચેની ઈનોવેટિવ ભાગીદારીની સફળતા દર્શાવે છે. હવે જો અમેરિકાની કોંગ્રેસ મંજુર કરે તો યુએસ સ્પેસફોર્સ બનાવવા પણ અમે તૈયાર છીએ. અમેરિકાની વાયુસેના માટે હવે આકાશની પણ મર્યાદા રહી નથી."
 

Oct 28, 2019, 11:08 PM IST

અબ્દુલ્લાહ કરદશ બન્યો ISISનો વડો: આતંકનો 'પ્રોફેસર' છે સદ્દામનો પૂર્વ સૈન્ય અધિકારી

અબ્દુલ્લાહ કરદશ સદ્દામ હુસેનની સેનામાં પૂર્વ અધિકારી હતો. તેનું સાચું નામ હાજુ અબ્દુલ્લા-અલ-અફારી છે અને તેનો જન્મ ઈરાકના સુન્ની બહુમતિ ધરાવતા તલ અફર શહેરમાં થયો હતો. સદ્દામ હુસેનને મારી નાખ્યા પ છી 2013માં જ્યારે અમેરિકાએ ઈરાકની સેનાને વેરવિખેર કરી નાખી ત્યારે અબ્દુલ્લાહ કરદશને તેની અલ-કાયદા સાથેની લિન્કના કારણે જેલમાં નાખી દેવાયો હતો. 

Oct 28, 2019, 09:37 PM IST

દિવાળીના તહેવારો નિમિત્તે RBIએ બજારમાં ઠાલવી 1700 કરોડની નવી નોટો

રૂ.1700 કરોડની ચલણી નોટોમાં અડધો ભાગ રૂ.500ની નોટો છે. એક ચતુર્થાંશ ભાગ 100ની નોટોનો છે. બાકીની રૂ.50, રૂ.20 અને રૂ.10ની નોટો છે. આ વર્ષે રસપ્રદ બાબત એ રહી કે, બેન્કોમાં મોટી નોટોના બદલે નાની નોટોની માગ વધી રહી છે. મોટાભાગની બેન્કોમાં લોકો નવી નક્કોર નોટો લેવા માટે ધક્કા ખાતા જોવા મળ્યા હતા. 
 

Oct 28, 2019, 08:45 PM IST