Pics : રાજપીપળામાં તલવાર સાથે રાજપૂતાણીઓનો રાસ, કહ્યું-હાથમાં આવે તો શક્તિનો સંચાર અનુભવાય છે

નવરાત્રિ મા શક્તિની આરાધનાનું પર્વ ગણવામાં આવે છે ત્યારે આદ્ય શક્તિની ઉપાસના મા બહેનો પોતાના આંગણે જ ગરબા રમે તે હેતુથી રાજપીપળાના રાજપૂત ફળિયામાં છેલ્લા 10 વર્ષથી ખાસ આયોજન કરવામાં આવે છે. રાજપૂત સમાજમાં તલવાર શસ્ત્ર મા શક્તિનું શૌર્ય ગણવામાં આવે છે. જેને કારણે રાજપૂત સમાજ તલવારની પૂજા કરતા હોય છે. નર્મદા જિલ્લાના રાજપૂત સમાજની મહિલાઓએ આ તલવાર હાથમાં લઈ માતાની આરાધના કરતા જોવા મળી છે. 

જયેશી દોશી/નર્મદા :નવરાત્રિ મા શક્તિની આરાધનાનું પર્વ ગણવામાં આવે છે ત્યારે આદ્ય શક્તિની ઉપાસના મા બહેનો પોતાના આંગણે જ ગરબા રમે તે હેતુથી રાજપીપળાના રાજપૂત ફળિયામાં છેલ્લા 10 વર્ષથી ખાસ આયોજન કરવામાં આવે છે. રાજપૂત સમાજમાં તલવાર શસ્ત્ર મા શક્તિનું શૌર્ય ગણવામાં આવે છે. જેને કારણે રાજપૂત સમાજ તલવારની પૂજા કરતા હોય છે. નર્મદા જિલ્લાના રાજપૂત સમાજની મહિલાઓએ આ તલવાર હાથમાં લઈ માતાની આરાધના કરતા જોવા મળી છે. 

1/3
image

રાજપીપળાના રાજપૂત ફળિયામાં રાજપૂતાણીઓએ તલવારના વિવિધ કરતબ સાથે માતાજીના ગરબા કર્યા. આમ, તેમના ગરબા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા. આજની મહિલાઓ પણ તલવાર બાજી કરતી જોઈ સૌ ચકિત થઈ ગયા હતા. શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી દ્વારા આયોજિત શેરી ગરબામાં આ તલવારબાજી ગરબા કરાયા હતા. 

2/3
image

રાજપૂતાણી સ્મીતા ગોહિલે તલવાર હાથમાં લેતા જણાવ્યું હતું કે, તલવારને રાજપૂત સમાજનું શૌર્ય ગણવામાં આવે છે અને માતાની શક્તિ જેમાં હોઈ છે આ તલવાર હાથમાં આવતા શરીરમાં એક અનોખી શક્તિનો સંચાર થાય છે. જાણે કે આપણા હાથમાં એક એવી શક્તિ આવે છે જેને કારણે તલવાર ચલાવતા કોઈ પણ જાતનો ભય રહેતો નથી.   

3/3
image

તો અન્ય એક મહિલા આયુષી ગોહિલે કહ્યું કે, મા શક્તિ સાથે એક અનેરો આંનદ પણ થાય છે કે આજના યુગમાં જ્યારે મહિલાઓ પોતાના રક્ષણ માટે પણ જો તલવાર ચલાવી પડે તો તો તે પાછી નહિ હટે. આજે અમે મહિલાઓ તલવાર કરતબ થકી પોતાનું રક્ષણ પણ થઈ શકે એમ માનીએ છીએ.