Male Fertility: આ 5 વસ્તુઓ પુરુષોની નબળાઈ દુર કરી તુરંત વધારે છે તાકત, મેરિડ લાઈફમાં છવાઈ જશે ખુશીઓ
Male Fertility: સ્વસ્થ સેક્સ લાઈફ સુખી લગ્નજીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જે પુરુષોમાં જાતિય નબળાઈ હોય તેઓ સતત એવી વસ્તુઓ વિશે જાણવા માંગતા હોય છે જે તેમની શારીરિક નબળાઈને દુર કરી શક્તિ વધારે. એવી ઘણી ખાદ્ય સામગ્રીઓ છે જે પુરુષનો સ્ટેમિના વધારવામાં મદદ કરી શકે છે.
Trending Photos
Male Fertility: સ્વસ્થ સેક્સ લાઈફ સુખી લગ્નજીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જે પુરુષોમાં જાતિય નબળાઈ હોય તેઓ સતત એવી વસ્તુઓ વિશે જાણવા માંગતા હોય છે જે તેમની શારીરિક નબળાઈને દુર કરી શક્તિ વધારે. એવી ઘણી ખાદ્ય સામગ્રીઓ છે જે પુરુષનો સ્ટેમિના વધારવામાં મદદ કરી શકે છે. જે પુરુષ જાતિય જીવનની સમસ્યાથી પીડિત હોય તેમના દૈનિક આહારમાં જો આ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો તેમની સ્થિતિમાં દવા વિના સુધારો થઈ શકે છે.
1. ફળ
ફળો ખાવાથી ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું જોખમ 14% ઘટાડી શકાય છે. કેટલાક ફળ એવા હોય છે જેમાં હાઈ ફ્લેવોનોઈડ્સ હોય છે. જેમકે બેરીઝ, દ્રાક્ષ, સફરજન જેવા ફળોમાં ફ્લેવોનોઈડ્સ ભરપૂર માત્રામાં હોય છે. તરબૂચ પણ તમારી શારીરિક નબળાઈ દુર કરવામાં મદદ કરી શકે છે.
2. નટ્સ
બદામ, અખરોટ, કાજુ, મગફળી અને હેઝલનટ જેવા તમામ પ્રકારના ડ્રાયફ્રુટ ઝીંક અને આર્જીનાઇનથી ભરપૂર હોય છે. ખાસ કરીને અખરોટ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. અખરોટ શુક્રાણુની ગુણવત્તામાં સુધારો કરી શકે છે.
3. કોફી
દિવસની એક કપ કોફી બેડરૂમમાં સારું પર્ફોર્મ કરવામાં મદદ કરી શકે છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાનું ટાળો. તેનાથી ડિહાઈડ્રેશન થાય છે અને સાથે જ થાક અનુભવાય છે.
4. ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે બેડ પર તમારું પ્રદર્શન સુધારવામાં પણ મદદ કરી શકે છે. તેમાં રહેલા ફ્લેવેનોલ્સ લોહીના પ્રવાહને વધારવામાં મદદ કરે છે, જે પુરુષોને ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
5. મીટ
મીટમાં ઝીંક, કાર્નેટીન અને આર્જીનાઈન જેવા પોષક તત્વો હોય છે, જે રક્ત પ્રવાહમાં સુધારો કરે છે. તેનાથી ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા દુર થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે