Chanakya Niti: પતિ જ્યારે પણ આ વસ્તુની માંગણી કરે તો પત્નીએ ક્યારેય ના ન પાડવી જોઈએ, સંબંધ મજબૂત થશે
Chanakya Niti: ચાણક્યની નીતિ લગ્નજીવનને સુખમય બનાવી શકે છે. ચાણક્યની નીતિમાં તે વાતોનો ઉલ્લેખ છે જેનું પાલન કરીને તમે લગ્નજીવનને ખુશખુશાલ રાખી શકો છો. આચાર્ય ચાણક્યએ કહ્યું કે જો પતિ 3 ચીજોની માંગણી કરે તો પત્નીએ કોઈ પણ સંજોગોમાં પૂરી કરવી જોઈએ.
Trending Photos
પત્ની અને પતિ માટે ચાણક્ય નીતિ: મહાન અર્થશાસ્ત્રી અને રાજનયિક આચાર્ય ચાણક્યએ પુરુષો અને મહિલાઓ માટે પોતાની નીતિઓ (Chanakya Ki Niti For Men and Women) માં અનેક નિયમો અને વાતોનો ઉલ્લેખ કર્યો છે. જેમનું લગ્ન જીવનમાં પાલન થવું જોઈએ. ચાણક્યની નીતિ લગ્નજીવનને સુખમય બનાવી શકે છે. ચાણક્યની નીતિમાં તે વાતોનો ઉલ્લેખ છે જેનું પાલન કરીને તમે લગ્નજીવનને ખુશખુશાલ રાખી શકો છો. આચાર્ય ચાણક્યએ કહ્યું કે જો પતિ 3 ચીજોની માંગણી કરે તો પત્નીએ કોઈ પણ સંજોગોમાં પૂરી કરવી જોઈએ.
પતિને શાંતિ આપો (ચાણક્યની પતિ માટેની નીતિ)
જ્યારે માણસ ખુબ જ પરેશાન હોય ત્યારે તેને પોતાના પાર્ટનરના સપોર્ટની ખાસ જરૂરી હોય છે અને ચાણક્ય નીતિમાં પણ તેનો ઉલ્લેખ છે. આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ પત્નીનું એ કર્તવ્ય છે કે તે તેના પતિના તમામ મામલાઓનું ધ્યાન રાખે અને તેમના દુખી થવા પર તેમના મનને શાંત કરવાની કોશિશ કરે.
ચાણક્યની નીતિ મુજબ જ્યારે પણ પતિ કોઈ વાત અંગે પરેશાન હોય તો પત્નીનું એ કર્તવ્ય હોય છે કે તેને શાંતિ આપે. આમ ન કરવાથી સંબંધ ખરાબ થઈ શકે છે.
પતિને પ્રેમથી સંતુષ્ટ કરો
આચાર્ય ચાણક્ય નીતિ મુજબ પતિ અને પત્નીનો સંબંધ ત્યારે જ સફળ થતો હોય છે જ્યારે બંને એકબીજાના સુખ દુખનું ધ્યાન રાખે. ચાણક્ય નીતિમાં કહેવાયું છે કે પત્નીનું કર્તવ્ય છે કે તે તેના પતિની પ્રેમ ઈચ્છાને પૂરી કરે અને તેણે હંમેશા પતિને પોતાના પ્રેમથી સંતુષ્ટ કરવો જોઈએ.
જો કે પતિનું પણ કર્તવ્ય હોય છે કે તે પત્નીની ઈચ્છાઓને પૂરી કરે. આમ કરવાથી ઝઘડા અને સંબધો ખરાબ થઈ શકે છે.
લગ્નમાં આવેલી તિરાડો ઓછી કરે
સુખી વૈવાહિક જીવન માટે જરૂરી છે કે પતિ અને પત્ની ક્યારેય એક બીજા વચ્ચે અંતર ન આવવા દે. ચાણક્ય નીતિ મુજબ પત્નીનું એ કર્તવ્ય છે કે તે લગ્નમાં ક્યારેય તિરાડ ન પડવા દે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે