સુહાગરાત બાદ તરત આ બોલીવુડ સેલિબ્રિટી કપલે લેવી પડી હતી એવી થેરાપી, જાણો કારણ અને તેના ફાયદા

બોલીવુડની જાણીતી હસ્તી ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે ફેબ્રુઆરી 2022માં લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ વીતી ગયા અને કપલ શાનદાર લાઈફ જીવી રહ્યું છે. પરંતુ હાલમાં જ આ કપલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો. તેમણે કપલ થેરાપીનો ઉલ્લેખ કર્યો ત્યારબાદ લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કેશું બંને વચ્ચે ઠીક નથી? 

સુહાગરાત બાદ તરત આ બોલીવુડ સેલિબ્રિટી કપલે લેવી પડી હતી એવી થેરાપી, જાણો કારણ અને તેના ફાયદા

બોલીવુડની જાણીતી હસ્તી ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે ફેબ્રુઆરી 2022માં લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ વીતી ગયા અને કપલ શાનદાર લાઈફ જીવી રહ્યું છે. પરંતુ હાલમાં જ આ કપલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો. તેમણે કપલ થેરાપીનો ઉલ્લેખ કર્યો ત્યારબાદ લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કેશું બંને વચ્ચે ઠીક નથી? અભિનેતા, દિગ્દર્શક અને સિંગર તરીકે નામના મેળવનારા ફરહાન અખ્તર અને પત્ની શિબાની દાંડેકરે આખરે કપલ્સ થેરાપી કેમ લેવી પડી અને પણ લગ્નના તરત બે દિવસ બાદ? જાણો. 

3 વર્ષ ડેટ કર્યા બાદ ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે એક બીજાને કાનૂની રીતે પતિ પત્ની માની લીધા. રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં તેમણે પોતાની લવ લાઈફ અને લગ્નને લઈને કેટલીક મહત્વની વાતોનો ખુલાસો કર્યો. ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લગભગ 3 વર્ષના ડેટિંગ બાદ ફેબ્રુઆરી 2022માં લગ્નના બંધનમાં બંધાયા હતા. પરંતુ હવે 2 વર્ષ બાદ 2024માં આ  કપલના લગ્ન ચર્ચામાં છે. કારણ છે કપલ્સ થેરાપી. આ કપલે હાલમાં જ રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં લગ્ન અંગે ખુલાસા કર્યા છે. જેમાં તેમણે લગ્નના બે દિવસ બાદ કપલ્સ થેરાપી લેવાનો ઉલ્લેખ કર્યો છે. વાત જાણે એમ છે કે કપલે લગ્ન પહેલેથી કપલ્સ થેરાપી લેવાનું શરૂ કરી દીધુ હતું. તેમણે કહ્યું કે સગાઈના છ મહિના પહેલેથી જ તેઓએ થેરાપી લેવાનું શરૂ કર્યું હતું. જે લગ્ન બાદ પણ ચાલુ રહ્યું. 

લગ્નના બે દિવસ બાદ લેવા ગયા થેરાપી
તેમણે કહ્યું કે લગ્ન 19 ફેબ્રુઆરી 2022ના રોજ સોમવારે થયા હતા. કપલ્સ થેરાપીની આગામી એપોઈન્ટમેન્ટ બુધવારે 21 ફેબ્રુઆરીએ હતી. અમે તે મિસ કરી નહીં અને બંને પહોંચી ગયા. ત્યાં અમને જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા. તેમણે કહ્યું કે તમારા લગ્ન તો હજુ 24 કલાક પહેલા જ થયા હતા. તમે બંને અહીં શું કરો છો. શિબાનીએ જણાવ્યું કે થેરાપીમાં જવું જિમ જેવું લાગે છે. કપલ્સ થેરાપીથી સંબંધ વધુ મજબૂત થાય છે. ફરહાન અખ્તરની પત્નીએ વધુમાં કહ્યું કે અનેકવાર થેરાપીમાં મે બંને બસ એકબીજાને જોતા રહેતા હતા કારણ કે વાત કરવા માટે કશું રહેતું નહતું. અનેકવાર વાત કરવા માટે વધુ ટાઈમની પણ જરૂર પડી. 

શું હોય છે આ કપલ્સ થેરાપી
લગ્ન જીવનમાં આગળ કોઈ સમસ્યા ન થાય એટલે ફરહાન અને શિબાની કપલ્સ થેરાપી લેતા હતા. બંને એકબીજાને સારી રીતે સમજી શકે. એક બીજા પ્રત્યે જે પણ ભાવના, ગુસ્સો, મિસઅન્ડર્સ્ટેન્ડિંગ હોય તે બધુ નીકળી જાય. કપલ્સ થેરાપી એક પ્રકારનું કાઉન્સલિંગ છે, જેને ખાસ કરીને કપલ્સ વચ્ચે આવનારી સમસ્યાઓ અને તણાવને ઉકેલવા માટે ડિઝાઈન કરાઈ છે. આ થેરાપી એવા કપલ્સને મદદગાર સાબિત થાય છે જે સંબંધમાં પડકારભર્યા સમયનો સામનો કરી રહ્યા હોય. જે કે વાતચીતની કમી, ઝઘડા કે સંબંધમાં અસંતોષ. તેમાં એક પ્રોફેશનલ થેરેપિસ્ટ કપલ્સને તેમના વ્યક્તિગત અને સામૂહિક મુદ્દાઓને સમજવા અને તેમને ઉકેલવામાં મદદ કરે છે. 

કપલ્સ થેરાપીનો હેતુ
કપલ્સ થેરાપીનો મુખ્ય હેતુ કપલ્સને વધુ સારી રીતે વાતચીત કરવા, એક બીજાની ભાવનાઓ અને વિચારોને સમજવા, અને સમસ્યાઓને મળીને ઉકેલવામાં મદદ કરવાનો હોય છે. આ થેરાપી સંબંધ વધુ સારા બનાવવા અને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે. 

કપલ્સ થેરાપીની ફાયદા

  • સારુ કોમ્યુનિકેશન- થેરાપી કપલ્સને એ શીખવાડે છે કે તેઓ એક બીજાની સાથે સારી રીતે કેવી રીતે સંવાદ  કરી શકે. 
  • સમસ્યાઓનું સમાધાન- આપસી ઝઘડા અને મતભેદોને શાંતિથી ઉકેલવાની રીત શીખવાડવામાં આવે છે. 
  • ભાવનાત્મક જોડાણ- થેરાપીથી કપલ્સ સંબંધોમાં ફરીથી ભાવનાત્મક જોડાણ મહેસૂસ કરે છે. 
  • ભરોસો  બહાલ કરવો- જો સંબંધમાં ભરોસાની કમી હોય તો થેરાપી તે ભરોસાને બહાલ કરવામાં મદદ કરે છે. 

ક્યારે લેવી જોઈએ થેરાપી?

  • જ્યારે કપલ્સ વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય.
  • જ્યારે આપસી સમજની કમી હોય.
  • જ્યારે સંબંધમાં ભાવનાત્મક કે શારીરિક અંતર વધી રહ્યું હોય. 
  • જ્યારે સંબંધમાં વિશ્વાસની કમી હોય કે પછી દગા જેવી ઘટના ઘટી હોય. 
  • જ્યારે કપલ્સ પોતાના સંબંધને વધુ મજબૂત બનાવવા માંગતું હોય પછી  ભલે કોઈ સમસ્યા ન હોય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news