સોપારી જેવી દેખાતી આ વસ્તું શિલાજીતનો પાવર પડશે ફીકો, દૂધમાં નાખશો તો થઇ જશે 'અમૃત'

Nutmeg Milk Benefits: આપણાં ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નો પણ સમાવેશ થાય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. ઘરગથ્થુ ઔષધ તરીકે પણ જાયફળનો ઉપયોગ થાય છે.

સોપારી જેવી દેખાતી આ વસ્તું શિલાજીતનો પાવર પડશે ફીકો, દૂધમાં નાખશો તો થઇ જશે 'અમૃત'

Jaifal ke fayde: ઘરગથ્થુ ઔષધ તરીકે પણ જાયફળનો ઉપયોગ થાય છે. સુગંધની જેમ આ જાયફળના ઔષધીય ગુણો પણ ઘણા વિશિષ્ટ છે. જાયફળનાં મોટાં વૃક્ષો ભારતમાં કોંકણ, કર્ણાટક, મલબાર, મદ્રાસ, નીલગીરી અને બંગાળમાં તથા જાવા, મલાયા, સુમાત્રા, સિંગાપુર અને ચીનમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આયુર્વેદ પ્રમાણે જાયફળ સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનાશક, સ્વરને સુધારનાર, મુખ-દુર્ગંધ વગેરેને મટાડનાર છે.

જાયફળ ગરમ અને તીક્ષ્ણ હોવાથી ઉત્તમ કફનાશક ઔષધ છે. જૂની શરદી અથવા કફની તકલીફ રહેતી હોય, અવારનવાર શ્વાસ ચડતો હોય તેમણે જાયફળને જરાક શેકીને તેનું ચૂર્ણ બનાવી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે એક ચપટી જેટલું ચૂર્ણ મધમાં મેળવીને ચાટી જવું. એકાદ મહિનો આ પ્રમાણે ઉપચાર કરવાથી કફની બધી જ તકલીફોમાં ઘણો લાભ થાય છે. જાયફળ ન હોય તો તેના બદલે જાવંત્રીના ચૂર્ણનો ઉપયોગ કરી શકાય છે. આયુર્વેદમાં જાયફળને ‘જાતિફલ અને જાવંત્રીને ‘જાતિપત્રી કહે છે.

1- સેક્સ ડ્રાઈવ વધશે
કેટલીક સ્ટડી અનુસાર જાયફળમાં કામોત્તેજક ગુણવત્તા છે જે સેક્સ ડ્રાઇવને વધારવામાં મદદ કરે છે. યજાફળનો ઉપયોગ જાતીય સ્વાસ્થ્ય સંબંધિત ઘણા રોગોની સારવાર માટે થાય છે...જાયફળના સેવનથી કામોત્તેજના વધે છે. સાથે જ સેક્સ પાવરમાં પણ વધારો થાય છે. એજ કારણ છેકે, પહેલાંના જમાનામાં શારીરિક સંબંધ બાંધતા પહેલાં દુધના ગ્લાસમાં જાયફળ નાંખીને પીવા આપતા હતા. આ વસ્તુના કારણે સેક્સ ડ્રાઈવનો સમય પણ વધે છે અને બેડ પરની મજામાં પણ વધારો થાય છે.

2- અનિંદ્રાથી રાહત
જાયફળનું સેવન કરવાથી શરીર અને મન બંને શાંત થાય છે, તણાવ ઓછું થાય છે અને નિંદ્રાને ઉત્તેજીત કરવામાં મદદ મળે છે. આયુર્વેદ મુજબ જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય છે તેઓ સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચપટી જાયફળ પાવડર સાથે મેળવી શકો છો. આ કરવાથી તેમને સારી નિંદ્રા મળશે.

3- બાળક માટે ફાયદારૂપ
નવજાત શિશુમાં ઘણીવાર આંતરડા એટલે કે પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા હોય છે. જાયફળ આપીને બાળકો આવી સમસ્યાઓથી દૂર રાખી શકાય છે. ઉપરાંત, બાળકોને સારી ઉંઘ આવે તે માટે જાયફળ બાળકના દૂધમાં ભેળવીને આપી શકાય છે.. પરંતુ બાળક માટે જાયફળની યોગ્ય માત્રા વિશે ચોક્કસપણે ડોકટરની સલાહ લેવી જોઈએ..

4- મગજની તંદુરસ્તી માટે
જાયફળ તેલનો ઉપયોગ હતાશા અને અસ્વસ્થતાના ઉપચારમાં પણ થાય છે કારણ કે તે થાક અને તણાવને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે, તે મગજના ચેતાઓને પણ આરામ કરવામાં મદદ કરે છે. ઉપરાંત, તે મૂડને સુધારવામાં પણ મદદ કરે છે.

5- દુખાવામાં રાહત
જાયફળમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે હાડકાના સાંધા અથવા સ્નાયુઓમાં દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય જાયફળ સોજોની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે, જેને ગઠિયો વા થયો હોય તે દર્દીઓ માટે જાયફળ ફાયદાકારક છે. પરંતુ જાયફળનું સેવન ડોકટરની સલાહ મુજબ કરવું જોઈએ..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news