આ ગ્રહ રાશિ પરિવર્તન કરી અખાત્રીજને બનાવશે ખાસ, આ 4 રાશિના જાતકો કરી લે જશ્નની તૈયારી
આ વર્ષે અખાત્રીજનું પાવન પર્વ 22 એપ્રિલે છે. અખાત્રીજનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરૂ ગ્રહ રાશિ પરિવર્તન કરી ખાસ યોગ બનાવશે. જેનાથી કેટલીક રાશિના જાતકોને ફાયદો થશે.
Trending Photos
નવી દિલ્હીઃ આ વર્ષે અખાત્રીજનું પાવન પર્વ 22 એપ્રિલે છે. હિંદુ ધર્મમાં અખાત્રીજનું ખુબ મહત્વ હોય છે. આ વર્ષે અખાત્રીજના દિવસે દેવગુરૂ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આ દિવસે ગુરૂ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. ગુરૂની કૃપાથી વ્યક્તિનો ભાગ્યોદય થવાનું નક્કી છે. ગુરૂને જ્ઞાન, શિક્ષણ, સંતાન, મોટા ભાઈ, ધાર્મિક કાર્યો, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેના કારક માનવામાં આવ્યા છે. ગુરૂ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી હોય છે. આવો જાણીએ ગુરૂના રાશિ પરિવર્તનથી કોને લાભ થવાનો છે.
મેષ રાશિઃ તમારો સમય સારો રહેશે. વેપારને લઈને આર્થિક સંકટ દૂર થશે. વરિષ્ઠોની સલાહથી કાર્ય કરો. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે, વેપારમાં નવી દિશામાં ધ્યાન કેન્દ્રીત કરો. આ સમય કારોબારની દ્રષ્ટિએ સારો રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. કાર્યસ્થળ પર સારૂ વાતાવરણ રહેશે, અટવાયેલા નાણા પરત મળશે. તમે જમીનનો સોદો કરી શકો છો, ખરીદ-વેચાણથી લાભ થઈ શકે છે.
મિથુન રાશિઃ સ્વાસ્થ્ય સારૂ રહેશે, જૂના રોગથી મુક્તિ મળશે. આવક સામાન્ય રહેશે,. પરિવારની સાથે તીર્થ સ્થાન જવાનું થઈ શકે છે. વિદ્યાર્થી છો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં સભળતા મળવાની સંભાવના છે. અટવાયેલા નાણા પરત મળી શકે છે. તમારા કામ પર ધ્યાન આપો, મહેનત કરો, લાભ થશે. લેતી-દેતીના મામલા પહેલાં પૂરા કરો. કાર્યક્ષેત્રમાં આશા કરતા વધુ સફળતા મળશે. કલા પ્રત્યે ઝુકાવ વધશે,. વેપાર માટે સારો સમય છે.
સિંહ રાશિઃ માન-સન્માનમાં વધારો થશે, અધિકારી પ્રસન્ન રહેશે. તમને આર્થિક લાભ થવાની આશા છે. તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. કલાત્મક અભિવ્યક્તિ પ્રત્યે ક્ષમતા વધશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે, તમારા નિર્ણય સાચા પડશે. પરિવારની સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો.
ધન રાશિઃ આર્થિક લાભ થવાની સંભાવના છે. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને પ્રમોશનની સંભાવના ઉભી થશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. જો તમે વિદ્યાર્થી છો તો રમત ગમતના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. પરિવારની સાથે સ્નેહ વધી શકે છે. જીવનસાથી સાથે સારો સંબંધ બનશે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે