આ દિવસે નખ કાપવા સૌથી બેસ્ટ, અચાનક થાય છે ધનલાભ, નોકરીમાં થશે પ્રગતિ
Astro Tips: હિન્દુ ધર્મ શાસ્ત્રમાં નખ અને વાળ કપાવવા માટે યોગ્ય દિવસ કયો કહેવાય તેના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર કયા દિવસે નખ કાપવા શુભ માનવામાં આવે છે.
Trending Photos
Astro Tips: દરેક ધર્મમાં કેટલાક કામ કરવા માટેના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં નખ કાપવા, વાળ અને દાઢી કરાવવા જેવા રોજિંદા કામનો પણ સમાવેશ થાય છે. હિન્દુ ધર્મ શાસ્ત્રમાં નખ અને વાળ કપાવવા માટે યોગ્ય દિવસ કયો કહેવાય તેના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર કયા દિવસે નખ કાપવા શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તમે કેટલાક દિવસો પર નખ કાપો છો તો માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમારા જીવનમાં પૈસાની તંગી રહે છે.
આ પણ વાંચો:
નખ કાપવાનો શુભ દિવસ
સોમવાર - સોમવારનો દિવસ નખ કાપવા માટે સારો છે. સોમવારે નખ કાપવાથી તમોગુણથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે.
મંગળવાર - મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે અને આ દિવસે નખ અને વાળ કાપવાની મનાઈ હોય છે. જોકે મંગળવારે નખ કાપવાથી કરજથી મુક્તિ મળે છે.
બુધવાર - બુધવારના દિવસે નખ કાપવાથી ધનલાભના યોગ બને છે. એટલું જ નહીં કારકિર્દીમાં ઝડપથી સફળતા મળે છે અને આવક ના નવા સ્ત્રોત ઊભા થાય છે.
ગુરૂવાર - ગુરૂવારના દિવસે નખ કાપવાની મનાઈ હોય છે. પરંતુ આ દિવસે નખ કાપવાથી વ્યક્તિમાં સત્વગુણ વધે છે.
આ પણ વાંચો:
શુક્રવાર - શુક્રવારના દિવસે નખ કાપવા શુભ ગણાય છે. આ દિવસે નખ કાપવાથી જીવનમાં સુખ, ધન અને પ્રેમ વધે છે.
શનિવાર - શનિવારના દિવસે નખ કાપવાથી બચવું જોઈએ. શનિવારે નખ કાપવાથી શનિદેવ નારાજ થાય છે અને જીવનમાં શારીરિક તેમજ માનસિક કષ્ટ સહન કરવા પડે છે અને ધનહાની થાય છે.
રવિવાર - મોટાભાગના લોકો રવિવારે રજા હોય છે તેથી આ દિવસે જ વાળ અને નખ કપાવે છે. પરંતુ આમ કરવાથી બચવું જોઈએ. રવિવારે વાળ કપાવવા અને નખ કાપવાથી આત્મવિશ્વાસ ઘટે છે અને સફળતામાં સમસ્યાઓ આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે