Chanakya Niti: સ્ત્રી-પુરુષ સંબંધ બનાવ્યા પછી આ કામ ન કરે તો થાય છે અપશુકન

Chanakya Niti: ચાણક્ય નીતિમાં જણાવ્યું છે કે કેટલાક એવા કામ છે જેને કરતા પહેલા નહાવું જરૂરી છે અને કેટલાક કામ એવા છે જેને કર્યા પછી સ્નાન કરવું જરૂરી છે. જો આ નિયમનું પાલન કરવામાં ન આવે તો વ્યક્તિને સમસ્યાનો સામનો કરવો પડે છે. 

Chanakya Niti: સ્ત્રી-પુરુષ સંબંધ બનાવ્યા પછી આ કામ ન કરે તો થાય છે અપશુકન

Chanakya Niti: આચાર્ય ચાણક્ય ભારતીય રાજનીતિ, કૂટનીતિ અને અર્થશાસ્ત્રના પિતામહ ગણાય છે. તેમણે પોતાની નીતિઓમાં સફળતાના મૂળ મંત્રનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પોતાની નીતિમાં જીવનના દરેક પડાવ અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. જો આ વાતોનું પાલન લોકો કરે તો તે તેના જીવનમાં ક્યારેય નિષ્ફળ ન થાય. આચાર્ય ચાણક્ય એ ખુશાલ જીવન અને પ્રગતિ માટે પણ ઘણી બધી વાતો કહી છે. ખાસ કરીને કેટલાક નિયમો પણ જણાવ્યા છે જેનું પાલન કરવામાં આવે તો સાંસારિક વ્યક્તિનું જીવન ખુશહાલ રહે છે. 

આચાર્ય ચાણક્ય એ વ્યક્તિની દિનચર્યા સંબંધિત કેટલાક કામ વિશે જણાવ્યું છે. જેમાંથી એક સ્નાન કરવું પણ છે. આચાર્ય ચાણક્ય જણાવ્યું છે કે વ્યક્તિએ કયા સમયે સ્નાન કરવું જોઈએ અને કયા સમયે નહીં. ચાણક્ય નીતિમાં જણાવ્યું છે કે કેટલાક એવા કામ છે જેને કરતા પહેલા નહાવું જરૂરી છે અને કેટલાક કામ એવા છે જેને કર્યા પછી સ્નાન કરવું જરૂરી છે. જો આ નિયમનું પાલન કરવામાં ન આવે તો વ્યક્તિને સમસ્યાનો સામનો કરવો પડે છે. 

સંભોગ પછી 

આચાર્ય ચાણક્ય એ જણાવ્યું છે કે જ્યારે સ્ત્રી અને પુરુષ સંબંધ બનાવે તો ત્યાર પછી સ્નાન કરવું જરૂરી છે. કારણ કે સંબંધ બનાવ્યા પછી શરીર અપવિત્ર થઈ જાય છે અને પવિત્રતા ભંગ થઈ ગઈ હોય છે. આવી સ્થિતિમાં સ્નાન કર્યા વિના કોઈપણ કાર્ય કરવું જોઈએ નહીં. પવિત્રતા જાળવી રાખવી હોય તો સંભોગ પછી સ્નાન જરૂરી છે. 

તેલ માલિશ પછી 

જ્યારે વ્યક્તિ શરીર પર તેલ માલિશ કરે છે તો તેનાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. અઠવાડિયામાં એક વખત તેલથી માલિશ કરવી જોઈએ. પરંતુ તેલ માલિશ કર્યાની સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું કે તેલ માલિશ કર્યા પછી સ્નાન કરવું. સ્નાન કર્યા પછી જ ઘરથી બહાર નીકળવું. 

વાળ કપાવ્યા પછી 

આચાર્ય ચાણક્ય જણાવ્યું છે કે જ્યારે વ્યક્તિ વાળ કપાવે છે તો તેના શરીર પર નાના નાના બાળ ચીપકી જાય છે જો તમે સ્નાન ન કરો તો આ વાળ શરીરમાંથી નીકળતા નથી. તેથી વાળ કપાવ્યા પછી સ્નાન કરવું જરૂરી છે. 

દાહ સંસ્કાર પછી 

જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે અને તેની સ્મશાન યાત્રામાં જવાનું થાય તો ઘરે પરત ફરીને તુરંત સ્નાન કરી લેવું જોઈએ. કોઈના અંતિમ સંસ્કારમાંથી પરત આવીને સ્નાન કર્યા વિના ઘરમાં પ્રવેશ કરવાની પણ મનાઈ હોય છે. તેનું કારણ છે કે સ્મશાનમાં અનેક પ્રકારના કીટાણુઓ હોય છે જે શરીર પર ચીપકી જાય છે જો તમે ત્યાંથી આવીને સ્નાન ન કરો તો તે તમારા ઘરમાં ફેલાય લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news