300 કરોડની લાલચમાં દીકરાની વહુએ કર્યો કાંડ, પહેલાં ડ્રાઈવરને પટાવ્યો અને બાદમાં સસરા સાથે...

Nagpur Accident: 22 મેના રોજ નાગપુરના માનેવાડા કોમ્પ્લેક્સમાં પુરૂષોત્તમ પુટ્ટેવાર (82 વર્ષ)ને એક કારે ટક્કર મારી હતી. આ ઘટનામાં તેમનું મોત થયું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો

300 કરોડની લાલચમાં દીકરાની વહુએ કર્યો કાંડ, પહેલાં ડ્રાઈવરને પટાવ્યો અને બાદમાં સસરા સાથે...

Nagpur Hit and Run Case: રૂપિયા માટે લોકો કંઈ પણ કરતાં અચકાતા નથી. નાગપુરમાં 300 કરોડની સંપત્તિ હડપ કરવા માટે પુત્રવધૂએ તેના જ સસરાની હત્યા કરાવી નાખી હોવાનો મોટો ખુલાસો થયો છે.  આ કેસ એક હીટ એન્ડ રનમાં ખપાવવાનો પ્રયાલ કરાયો હતો પણ પોલીસની સતર્કતા અને પરિવારજનોએ વ્યક્ત કરેલી હત્યાની આશંકાથી ઘટનાને અલગ જ વળાંક મળ્યો છે. પુત્રવધૂએ સસરાને મારવા માટે કેટલાક બદમાશોને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક વહુએ 300 કરોડની સંપત્તિ માટે પહેલાં ડ્રાઈવરને પટાવ્યો અને બાદમાં સસરાની સાથે.....

આ પ્રકારના કેસો હવે વધી રહ્યાં છે. કલયુગી વહુએ મહારાષ્ટ્રના નાગપુરમાં રૂ. 300 કરોડની સંપત્તિ હડપ કરવા માટે પોતાના સસરાની હત્યા કરાવી નાખી છે. તેણે સસરાને મારવા માટે સોપારી કિલરોને મોટી રકમ ચૂકવી હતી. પહેલાં આ હત્યાને અકસ્માત બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. ત્યારે હત્યાનો ભેદ મહદ અંશે ઉકેલાયો હતો. આ કેસમાં ત્રણ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. બાકીની શોધખોળ ચાલુ છે. હત્યા માટે વપરાયેલી સેકન્ડ હેન્ડ કાર ખરીદનાર આરોપીઓને તેણે લાખો રૂપિયા આપ્યા હતા. 

પોલીસે આ કેસમાં વટાણા વેરી દીધા
22 મેના રોજ નાગપુરના માનેવાડા કોમ્પ્લેક્સમાં પુરૂષોત્તમ પુટ્ટેવાર (82 વર્ષ)ને એક કારે ટક્કર મારી હતી. આ ઘટનામાં તેમનું મોત થયું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. ઘટના બાદ મૃતકના ભાઈએ પોલીસ અધિકારીને હત્યાની શંકા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી ત્યારે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા છે.

મૃત પુરુષોત્તમ પુટ્ટેવારની રૂ. 300 કરોડની સંપત્તિ મેળવવા માટે, પુત્રવધૂ અર્ચના પુટ્ટેવારે પહેલા તેના ઘરેલુ ડ્રાઈવરને પટાવ્યો અને પછી તેની મદદથી કાવતરું ઘડ્યું હતું. આ માટે 1 કરોડ રૂપિયા અને બારનું લાયસન્સ આપવાની લાલચ આપી ડ્રાઇવર મારફત બે લોકોને હત્યા કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો.

કોન્ટ્રાક્ટ કિલરોએ ગુનો કબૂલી લીધો 
આ કેસમાં સીસીટીવીના આધારે પોલીસે કાર ચાલક નીરજ નિમજે અને સચિન ધાર્મિકની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન, બંનેએ પોલીસને કહ્યું કે તેઓએ અર્ચના પુટ્ટેવાર પાસેથી પૈસા લીધા હતા અને તેના સસરાને કારથી ટક્કર મારી હતી. આ કોન્ટ્રાક્ટ કીલિંગમાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પુત્રવધૂ અર્ચનાની નજર પુરુષોત્તમની 300 કરોડની પૈતૃક સંપત્તિ પર હતી. ખાસ વાત એ છે કે અર્ચના સરકારી અધિકારી હોવાની હકીકત પણ સામે આવી છે.

ટૂંક સમયમાં સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાઈ જશે
નાગપુર પોલીસ કમિશનરે કહ્યું કે આ મામલો હાઈ પ્રોફાઈલ છે. નાગપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ટૂંક સમયમાં પોલીસ આ કેસ સાથે સંબંધિત તમામ આરોપીઓની ધરપકડ કરશે. આ ઘટનામાં હજુ ઘણા ખુલાસા થવાના બાકી છે. આ કેસમાં નાગપુર પોલીસે તેના તળિયે જઈને જે કડીઓ મેળવી તેની તપાસ કરી તો તેઓ પણ ચોંકી ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news