Chanakya Niti: ચાણક્યનીતિના આ નિયમો અપનાવશો તો ઘરે થઈ જશે ધનનો ઢગલો!

Chanakya Niti: એવું કહેવાય છે કે, જે ઘરમાં ઝઘડા, કંકાસ અને કલેશ હોય છે, ત્યાં વ્યક્તિને ક્યારેય દેવી લક્ષ્મીની કૃપા નથી મળતી. એટલું જ નહીં, જે ઘરોમાં વડીલોનું સન્માન, સ્ત્રીઓનું સન્માન અને બીજાના હિતની અવગણના કરવામાં આવે છે. ત્યાં માતા લક્ષ્મી ક્યારેય વાસ કરતા નથી. આવી સ્થિતિમાં આ વાતોનું ધ્યાન રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા મળે છે.

Chanakya Niti: ચાણક્યનીતિના આ નિયમો અપનાવશો તો ઘરે થઈ જશે ધનનો ઢગલો!

Chanakya Niti About Life: ઘણા લોકો પૈસા બચાવવા માટે અમુક નિયમ બનાવે છે. જો તમે પણ પૈસા બચાવવાનું વિચારી રહ્યા છો તો, તમારે ચાણક્યની આ નીતિ અપનાવવી જોઇએ. જો તમે તમારૂ જીવન સુખમય બનાવી રાખવું છે અને માતા લક્ષ્મીનો ઘરનો સ્થાયી વાસ ઇચ્છો છો, તો તમારે ચાણક્યની નીતિનું પાલન કરવું જોઇએ. આચાર્ય ચાણક્ય કહે છે કે, દરેક વ્યક્તિને લક્ષ્મીની ઈચ્છા હોય છે, પરંતુ દરેકને મા લક્ષ્મીના આશીર્વાદ નથી મળતા. તો આવી સ્થિતિમાં ઘરમાં આર્થિક સમૃદ્ધિ અને મા લક્ષ્મીના આશીર્વાદ માટે ચાણક્ય નીતિનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. શું છે આ નીતિઓ?

આ પણ ખાસ વાંચોઃ

ઝઘડાથી દૂર રહો;
એવું કહેવાય છે કે, જે ઘરમાં ઝઘડા, કંકાસ અને કલેશ હોય છે, ત્યાં વ્યક્તિને ક્યારેય દેવી લક્ષ્મીની કૃપા નથી મળતી. એટલું જ નહીં, જે ઘરોમાં વડીલોનું સન્માન, સ્ત્રીઓનું સન્માન અને બીજાના હિતની અવગણના કરવામાં આવે છે. ત્યાં માતા લક્ષ્મી ક્યારેય વાસ કરતા નથી. આવી સ્થિતિમાં આ વાતોનું ધ્યાન રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા મળે છે.

યથા શક્તિ અનુસાર દાન કરો:
એવું માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ મુક્તપણે દાન કરે છે, તો તેની સંપત્તિમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ખુલ્લા દિલથી દાન કાર્ય કરવું જોઈએ. આમ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે.

આ પણ ખાસ વાંચોઃ

ખોટો ડોળ ન કરવો:
માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ચાણક્ય કહે છે કે, દેખાડો બિલકુલ ન કરો. વ્યક્તિએ પોતાની જાતને જૂઠ અને દેખાડા વગેરેથી દૂર રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ વસ્તુઓ માણસને અંધકાર તરફ લઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ ગરીબ બની જાય છે. મા લક્ષ્મીના આશીર્વાદને જાળવી રાખવા માટે જરૂરી છે કે, વ્યક્તિએ ધન, સુંદરતા અને હોદ્દાનું બિલકુલ પ્રદર્શન ન કરે. 

પોતાના રહસ્યો અકબંધ રાખવાઃ
પોતાના મનમાં જે રહસ્યો છુપાયેલાં હોય એ ક્યારેય કોઈને પણ ન કહેવા જોઈએ. તમારા મનની વાત બીજા જાણી લેશે તો ગમે ત્યારે એ વસ્તુ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી જ આચાર્ય ચાણક્ય કહે છેકે, પોતાના રહસ્યો ક્યારેય પોતાની અંગત વ્યક્તિને પણ ન કહેવા જોઈએ...

આ પણ ખાસ વાંચોઃ

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news