Ravivar Upay: રવિવારે કરી લો રામબાણ ઉપાય, 21 દિવસમાં જોવા મળશે ચમત્કાર, ભરાઈ જશે તિજોરી
Ravivar Ke Upay: રવિવારનો દિવસ ભગવાન સૂર્યને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. તેવામાં 23 જુલાઈ 2023 અને રવિવારનો દિવસ વધારે ખાસ છે. આજના દિવસે રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ યોગનો અદ્ભુત સંયોગ રચાયો છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે. સાથે જ જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
Trending Photos
Ravivar Ke Upay: રવિવારનો દિવસ ભગવાન સૂર્યને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. આ દિવસે કોઈ વ્યક્તિ જો સૂર્ય કૃપા પ્રાપ્ત કરવા કેટલાક કામ કરે છે તો તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે. સાથે જ જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ રવિવારે કયા કયા ઉપાય કરી શકાય છે.
રવિવારના ચમત્કારી ઉપાયો
આ પણ વાંચો:
- રવિવારે વડના ઝાડમાંથી ખરેલું પાન લઈ તેના પર મનોકામના લખી તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આમ કરવાથી ગણતરીના દિવસોમાં મનની ઈચ્છા પુરી થાય છે.
- સૂર્યદેવની કૃપા મેળવવા માટે રવિવારે સવારે સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય ચઢાવો. અર્ઘ્ય અર્પણ કર્યા પછી આદિત્ય હૃદયસ્રોતનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી સંકટનો અંત આવે છે. જો આ ઉપાય નિયમિત રીતે કરવામાં આવે તો વ્યક્તિને કષ્ટમાંથી મુક્તિ મળે છે.
- જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો રવિવારે માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવવાથી શુભ ફળ મળે છે. રવિવાર આ કામ માટે શ્રેષ્ઠ દિવસ છે.
- જો તમારે ધંધામાં અને નોકરીમાં પ્રગતિ કરવી હોય તો રવિવારે વહેતા પાણી ગોળ-ચોખા પધરાવવા જોઈએ. લાલ કિતાબના આ ઉપાયથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
આ પણ વાંચો:
- જો તમે રવિવારે કોઈ ઉપાય કરી શકો તેમ ન હોય તો રવિવારે લાલ રંગના કપડા પહેરવાનું રાખવું. અથવા તમારા ખિસ્સામાં લાલ રૂમાલ રાખો. તેનાથી સૂર્યની સ્થિતિ અનુકૂળ બને છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર પાણીનો અભિષેક કરી અને મહાદેવને લાલ રંગના ફૂલ ચઢાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેનાથી વ્યક્તિના જીવનમાં આવેલી કોઈપણ પ્રકારની સમસ્યા દૂર થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે