3 ગ્રહોના મહાગોચરથી આ 5 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સાથે સુખ-સમૃદ્ધિમાં પણ થશે વધારો!

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યાં મુજબ દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની ચાલમાં ફેરફાર કરે છે. હિન્દુ પંચાંગ મુજબ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહો રાશિપરિવર્તન કરી રહ્યા છે.

3 ગ્રહોના મહાગોચરથી આ 5 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સાથે સુખ-સમૃદ્ધિમાં પણ થશે વધારો!

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યાં મુજબ દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની ચાલમાં ફેરફાર કરે છે. હિન્દુ પંચાંગ મુજબ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહો રાશિપરિવર્તન કરી રહ્યા છે. જેનો લાભ અનેક રાશિઓને થશે. સૌથી પહેલા 7 જુલાઈના રોજ સવારે 4.39 વાગે ધનના કારક ગ્રહ શુક્રનું કર્ક રાશિમાં ગોચર થયું અને શુક્ર બાદ હવે 12 જુલાઈના રોજ સાંજે 7.12 મિનિટ પર મંગળ દેવતા વૃષભ રાશિમાં ડગ માંડશ. ત્યારબાદ 16 જુલાઈના રોજ 6.04 વાગે સૂર્ય દેવતા વૃષભ  રાશિમાં ગોચર કરશે. 

જ્યોતિષ ગણતરીઓ મુજબ આ 3 ગ્રહોના ગોચરનો વિશેષ લાભ પાંચ રાશિઓને થશે. આ ભાગ્યશાળી રાશિઓ વિશે ખાસ જાણો જેમને જલદી અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે. 

મેષ રાશિ
3 ગ્રહોના મહાગોચરથી મેષ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે. દરેક કામમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. જેનાથી અટકેલા કાર્યો પૂરા થશે. નોકરીયાતોને પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ થવાની શક્યતા છે. બિઝનેસમેનને જૂની બીમારીઓથી છૂટકારો મળી શકે છે. 

મીન રાશિ
કુંડળીમાં વાહન કે સંપત્તિ  ખરીદવાનો યોગ છે. પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા લોકોને વિદેશમાં નોકરી કરવાની તક મળી શકે છે. બિઝનેસમેનને લાંબા સમયથી અટકેલી યોજના પૂરી થાય તેવા ચાન્સ છે. 

કર્ક રાશિ
નોકરીયાતોને કરિયરમાં પ્રગતિની અનેક તકો મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળશે. નવો વેપાર કરવા માટે ઉત્તમ સમય છે. ધનલાભની સાથે સાથે પ્રગતિના પણ કુંડળીમાં યોગ છે. જમા પૂંજીમાં વધારો થશે. 

મકર રાશિ
નોકરીયાતોને પ્રમોશનના સમાચાર મળી શકે છે. અપરિણીત લોકોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે. બિઝનેસમેનને અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. વેપારમાં પ્રગતિના યોગ છે. 

કુંભ રાશિ
નોકરીયાતોને વિદેશી કંપનીથી સારી ઓફર મળી શકે છે. જ્યાં પગાર પણ વધારે હશે. બિઝનેસમેનને ભૌતિક સુખ અને સુવિધાઓનો લાભ મળશે. જેનાથી તણાવ ઓછો થશે. પરિણીત લોકોના લાઈફ પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news