Astro Tips: પૂજા સમયે પીળા વસ્ત્રો પહેરવા કેમ શુભ માનવામાં આવે છે? જાણો તેનું મહત્વ

Importance of yellow clothes: શાસ્ત્રો અનુસાર ધાર્મિક કાર્યોમાં પીળો રંગ પહેરવાથી મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે. 

Astro Tips: પૂજા સમયે પીળા વસ્ત્રો પહેરવા કેમ શુભ માનવામાં આવે છે? જાણો તેનું મહત્વ

Importance of yellow clothes: હિંદુ ધર્મમાં ધાર્મિક કાર્યો સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ છે, જે સદીઓથી ચાલી રહી છે. દરેક દેવી-દેવતાની પૂજાથી લઈને ભોગ પણ અલગ-અલગ હોય છે. કોઈપણ શુભ કે માંગલિક કાર્યોમાં શુભ રંગ પહેરવામાં આવે છે. સફેદ, કાળો, વાદળી જેવા રંગો વર્જિત હોય છે. આ સિવાય લાલ, લીલા જેવા રંગો પહેરવા ઉપરાંત પીળા કપડા પહેરવા પર ભાર મૂકવામાં આવે છે. શું તમે જાણો છો કે પૂજામાં પીળા કપડા પહેરવા શા માટે સૌથી વધુ શુભ માનવામાં આવે છે?

પીળા રંગનું ધાર્મિક મહત્વ
પીળા રંગને પીતામ્બર પણ કહેવાય છે. આ ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે. શ્રી કૃષ્ણને જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે પિતાંબર પહેરવામાં આવે છે ત્યારે રંગની સાથે સાથે જ્ઞાન પણ મળે છે. આ કારણોસર પીળો રંગ પહેરવા પર ભાર મૂકવામાં આવે છે.

પોઝીટીવ એનર્જી
શાસ્ત્રો અનુસાર પીળો રંગ સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણે તેને ધાર્મિક કાર્યોમાં પહેરવાથી શુભ ફળ મળે છે.

જ્યોતિષમાં પીળા રંગનું મહત્વ
જ્યોતિષશાસ્ત્રમાં પીળો રંગ ગુરુ ગ્રહ સાથે સંકળાયેલો છે. ગુરુને જ્ઞાન, સૌભાગ્ય અને સન્માનનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પીળો રંગ ધારણ કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે. તેની સાથે ગુરુની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળવાથી ધન-ધાન્ય અને માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે.

સાંસારિક મોહમાયા
શાસ્ત્રો અનુસાર પીળો રંગ ગુરુ સાથે સંબંધિત છે. ગુરુને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. જ્યારે વ્યક્તિ યોગ્ય જ્ઞાન મેળવે છે, ત્યારે તે જીવન અને મૃત્યુના સત્યને ઊંડાણપૂર્વક સમજે છે. જે પછી તેની અંદર શાંતિનો જન્મ થાય છે. તે વ્યક્તિની સાંસારિક મોહમાયા છૂટવા લાગે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પૂજા કે અન્ય કોઈ ધાર્મિક સ્થળ પર જાય છે ત્યારે તેને સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત રહેવુ જોઈએ. જો કોઈ વ્યક્તિનું મન સાંસારિક આનંદમાં મગ્ન હોય તે ક્યારેય મન અને હૃદયથી પૂજા કરી શકતો નથી. આવી સ્થિતિમાં પિતાંબર ધારણ કરીને મનને એકાગ્ર કરી શકાય છે, જેથી તમે પૂરા હૃદય અને ભક્તિથી ભગવાનની પૂજા કરી શકો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news