આવા ઘરમાં માતા લક્ષ્મી આવે છે અને કરે છે સ્થાયી વાસ, ક્યારેય નથી થતી ધન-ધાન્યની કમી

Chanakya Niti: આચાર્ય ચાણક્ય દ્વારા ચાણક્ય નીતિમાં એવા ઘર વિશે જણાવ્યું છે કે ક્યાં માતા લક્ષ્મી સ્થાયીવાસ કરે છે અને કેવા પ્રકારના ઘરમાં માતા લક્ષ્મી ટકતા નથી. 

આવા ઘરમાં માતા લક્ષ્મી આવે છે અને કરે છે સ્થાયી વાસ, ક્યારેય નથી થતી ધન-ધાન્યની કમી

Chanakya Niti: ધન, વૈભવ પ્રાપ્ત કરવા માટે લોકો અનેક પ્રયત્નો કરતા હોય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તે માટે નિયમિત માતા લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે. આચાર્ય ચાણક્ય દ્વારા ચાણક્ય નીતિમાં એવા ઘર વિશે જણાવ્યું છે કે ક્યાં માતા લક્ષ્મી સ્થાયીવાસ કરે છે અને કેવા પ્રકારના ઘરમાં માતા લક્ષ્મી ટકતા નથી. 

આ પણ વાંચો:

આચાર્ય ચાણક્ય એ પોતાના નીતિ શાસ્ત્રમાં જણાવ્યું છે કે,  જે ઘરમાં મૂર્ખો નું સન્માન થાય છે અને લોકો એકબીજા સાથે ઝઘડતા હોય અને સાફ-સફાઈ ન થતી હોય તેવા ઘરમાં માતા લક્ષ્મી વાસ કરતા નથી. આ સિવાય જે ઘરમાં પતિ પત્ની એકબીજા સાથે ઝઘડતા હોય ત્યાં પણ ક્યારેય પૈસો ટકતો નથી. આવા ઘરમાં હંમેશા ધન અને ધાન્ય ની ખામી રહે છે. આવા ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા ક્યારેય થતી નથી. 

સાથે જ આચાર્ય ચાણક્ય એ જણાવ્યું છે કેવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે અને ધન ધાન્યની ખામી રહેતી નથી. આચાર્ય ચાણક્ય અનુસાર જે ઘરમાં લોકો એકબીજા સાથે પ્રેમથી રહેતા હોય અને નિયમિત સાફ-સફાઈ થતી હોય ત્યાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે. જે ઘરના લોકો દાન કરતા હોય અને ધર્મમાં ભરોસો રાખતા હોય તે ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી. જે ઘરમાં નિયમિત દેવી-દેવતા ની પૂજા થતી હોય ત્યાં પણ માતા લક્ષ્મીની કૃપા હંમેશા વર્ષથી રહે છે. આવા ઘરમાં અન્નના ભંડાર ભરેલા રહે છે અને ઘરમાં હંમેશા બરકત રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news