છીંક વિશે જાણો રોચક વાત, કોઈપણ કામ શરૂ કરતા પહેલાં છીંક આવે તો સારું કે ખરાબ?

છીંક વિશે જાણો રોચક વાત, કોઈપણ કામ શરૂ કરતા પહેલાં છીંક આવે તો સારું કે ખરાબ?

નવી દિલ્લીઃ જો તમે કોઈ કામ શરૂ કરવા જઈ રહ્યા છો. તે જ સમયે જો છીંક આવે ત્યારે લોકો તેને ખરાબ ગણતા હોય છે. જો કે એવું હોતું નથી. દરેક છીંકનું પોતાનું મહત્વ હોય છે.
દરેક વ્યક્તિને છીંક તો આવતી હોય છે. છીંક આવવી તે એક કુદરતી પ્રક્રિયા છે. જે વ્યક્તિને શરદી થઈ હોય તેને છીંક આવતી હોય છે. અથવા તો નાકમાં ધૂળ આવે ત્યારે છીંક આવતી હોય છે. આ પ્રકારની છીંકને શુભ અને અશુભ સાથે કોઈ સંબંધ હોતો નથી.  કયા પ્રકારની છીંકથી બચવાના ઉપાયો જાણો.

છીંક આવવી તે પ્રાચીન કાળથી શુભ માનવામાં આવે છે-
આજ કારણ છે કે હિંદુ સમાજમાં મોટાભાગના લોકોને જ્યારે છીંક આવે છે. ત્યારે ઓમ શાંતિ શબ્દનો ઉચ્ચાર કરે છે. એવું માનવામાં આવે છે. છીંક આવવી એ નાકમાં આત્માના આવવા અને જવાનું સૂચક માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ કામ શરૂ કરવા જઈ રહ્યો હોય અને તે જ સમયે તેને છીંક આવે તો તેને શુભ માનવામાં આવે છે. પરંતુ જો છીંક અન્ય વ્યક્તિને આવી હોય તો સમય અને દિશા ધ્યાનમાં લેવી પડે છે.
 
છીંકનો અવાજ સાંભળવાથી આ પ્રકારનું ફળ મળે છે-
જો દિવસના પહેલા ચતુર્થાંશમાં દક્ષિણ-પૂર્વ દિશામાંથી છીંકનો અવાજ સંભળાય તો કામમાં મુશ્કેલી આવી શકે છે. જો આ અવાડ દિવસના બીજા ભાગમાં એક જ દિશામાંથી સંભળાય તો આગ લાગવાનો ભય રહે છે. દિવસના ત્રીજા ભાગમાં આ અવાજ સાંભળીને મિત્રને મળવાની તક મળે છે. ચોથા ભાગમાં છીંક સાંભળવાથી વ્યક્તિને ખુશીઓથી ભરપૂર માહિતી મળે છે.
 
છીંક આવવું તે શુભ માનવામાં આવે છે-
છીંક આવવું જે મહત્વપૂર્ણ છે. જે અચાનક અને કારણ વગ આવે છે.  જો તમે કોઈ કામ શરૂ કરવા જઈ રહ્યા છો અને તમને સાચી છીંક સંભળાય છે. થોડી સમય રોકાઈને કામ કરી જો બહાહ જતી વખતે સંભળાય તો ઘરે પાછા આવીને થોડીવાર પાણી પીને બહાર નીકળી જવું જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news