99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!

જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે.

99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!

જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે. 26 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુરુ, સૂર્ય અને મંગળનું એક એવું સંયોજન બનવાનું છે જેનાથી કેટલીક રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. બીજી બાજુ મંગળ પોતાના નક્ષત્ર મૃગશિરામાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ પણ આ નક્ષત્રમાં બિરાજમાન છે. આવામાં તે અનેકગણો બળશાળી છે. મંગળ, શુક્ર અને સૂર્ય પરમમિત્ર છે. સૂર્ય મંગળ અને ગુરુનું ગોચર કઈ રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે તે ખાસ જાણો. 

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ગુરુ, મંગળ અને સૂર્ય રાશિનું ગ્રહ ગોચર લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના લગ્ન ભાવ એટલે કે પરાક્રમ ભાવમાં સૂર્ય પંચમ ભવમાં છે અનેસૂર્યની સીધી દ્રષ્ટિ શનિ પર પડે છે. ગુરુ ત્રીજા  ભાવમાં બિરાજમાન છે. ત્રણ ગ્રહો મિત્ર હોવાના કારણે આ રાશિના જાતકોને ખુબ લાભ મળવાનો છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. પૈસાની તંગીથી  છૂટકારો મળશે. કરિયરના ક્ષેત્રમાં વિશેષ લાભ મળશે. સૂર્યદેવની કૃપાથી તમારા કામની પ્રશંસા થશે. તમારા કામને જોતા પદોન્નતિ થઈ શકે છે. વિદ્યાર્થીઓને પણ લાભ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને સફળતા મળી શકે છે. શેર માર્કેટ, સટ્ટાબાજી વગેરે દ્વારા તમને સારો એવો ધનલાભ થઈ શકે છે. બિઝનેસમાં કરાયેલા પરિવર્તનથી તમને હવે લાભ મળવાના આસાર છે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

મકર રાશિ
શનિ કુંડળીના ધનભાવમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ પંચમ ભાવ મંગળ છઠ્ઠા ભાવ અને સૂર્ય અષ્ટમ ભાવમાં બિરાજમાન છે. આવામાં મકર રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. સૂર્ય આ રાશિમાં વિપરિત રાજયોગ બનાવી રહ્યો છે. આ યોગ ખુબ અદભૂત મનાય છે. આ રાશિમાં શનિની સાડા સાતીનો અંતિમ તબક્કો ચાલે છે. આ રાશિના જાતકોને અપ્રત્યાશિત ધનલાભ થઈ શકે છે. બિઝનેસ કરનારા જાતકોને લાભ મળી શકે છે. બિઝનેસમાં ક્યાક પૈસા ફસાયેલા હશે તો તે પાછા મળી શકે છે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. ગુરુ અને મંગળના માધ્યમથી આ રાશિના જાતકોને સારો લાભ થઈ શકે છે. તમારા દ્વારા થયેલી મહેનતનું ફળ હવે મળશે. નોકરીયાતોને પણ લાભ થશે. સમાજમાં માન સન્માનનો વધારો થશે. સંતાન પ્રાપ્તિ થશે. શિક્ષણના ક્ષેત્રમાં તમને ખુબ લાભ થઈ શકે છે. મંગળની દ્રષ્ટિ બારમા ભાવે પડી રહી છે. આવામાં જે જાતક વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે તેમને સફળતા મળી શકે છે. આ સાથે જ વિદેશમાં ચાલી રહેલા વેપારમાં પણ ખુબ લાભ મળી શકે છે. 

તુલા રાશિ
તુલા રાશિની વાત કરીએ તો આ રાશિમાં મંગળ ભાગ્યના ભાવમાં, ગુરુ અષ્ટમ ભાવમાં અને સૂર્ય લાભ ભાવમાં છે. આવામાં આ રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. મંગળ અને ગુરુ મૃગશિરા નક્ષત્રમાં બિરાજમાન છે. છઠ્ઠા ભાવના સ્વામી થઈને ગુરુ અષ્ટમ ભાવમાં છે, તો વિપરિત રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. શનિ આ રાશિના પંચમ ભાવમાં બિરાજમાન છે. લગ્નમાં આવનારી દરેક અડચણ દૂર થશે. આવામાં અપરિણિતોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. દાંપત્ય જીવનમાં ચાલતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. વેપારમાં સતત અડચણો આવતી હશે તો દૂર થશે અને હવે તે ઝડપથી નફો કરાવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત તશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. ધનનો સંચય કરવામાં સફળ રહેશો. સૂર્યની કૃપાથી તમને સમાજમાં માન સન્માનનો વધારો થશે. અનેક દોષોમાંથી મુક્તિ મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news