50 દિવસ સુધી આ લોકો પર થશે પૈસાનો વરસાદ, જે કામ કરશે તેમાં મળશે સફળતા

Mars Transit in Cancer 2023: મંગળ ગોચર કરી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 10 મેથી થઈ રહેલાં આ રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોને શુભ ફળ મળશે. 

50 દિવસ સુધી આ લોકો પર થશે પૈસાનો વરસાદ, જે કામ કરશે તેમાં મળશે સફળતા

નવી દિલ્હીઃ Mangal Gochar 2023: જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને સાહસ, પરાક્રમ, ભૂમિ, લગ્નનો કારક માનવામાં આવ્યો છે. મંગળનું કુંડળીમાં શુભ હોવું જીવનમાં અપાર સુખ, સાહસ આપે છે. મંગળ 10 મેએ ગોચર કરી કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 1 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. મંગળ ગોચર હોવાથી મંગળનો શનિ સાથે ષડાષ્ટક યોગ બનશે. આ સાથે રાહુ, ગુરૂ, બુધ અને સૂર્ય મંગળથી દસમાં ઘરમાં હશે. આ રીતે ગ્રહ-દશાઓ ખુબ રોચક રહેશે અને કેટલાક જાતકો માટે શુભ રહેશે. આવો જાણીએ મંગળ ગોચર કઈ રાશિના જાતકોના જીવનને મંગળ કરશે. 

મંગળ ગોચરનો રાશિઓ પર શુભ પ્રભાવ
મેષ રાશિઃ
મંગળ ગોચર મેષ રાશિના જાતકોને શુભ ફળ આપશે. તમારી આવક વધશે. જો સાચવીને ખર્ચ કરશો તો બચત કરી શકશો. રોકાણ અને બચત કરવાનો સારો સમય છે, આ પૈસા આગળ જઈને તમને લાભ આપશે. તમે ગાડી ખરીદી શકો છો. લગ્ન જીવન સારૂ રહેશે. 

સિંહ રાશિઃ મંગળનું રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકોની કોઈ જૂની ઈચ્છા પૂરી કરી શકે છે. કોઈ કામમાં સફળતા મળવાથી મોટી રાહત મળશે. કોર્ટ-કચેરીમાં ચાલી રહેલા વિવાદનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમે યાત્રા પર જઈ શકો છો. 

કન્યા રાશિઃ મંગળ ગોચર કન્યા રાશિના જાતકોના પ્રેમ જીવનમાં લાભ કરાવશે. પાર્ટનર સાથે સંબંધ સુધરશે. ધન સંપત્તિ વધશે. નોકરી-વેપારના ક્ષેત્રમાં લાભદાયક તક મળશે. ખર્ચ ઓછો થશે. બચત કરવામાં સફળ રહેશો. 

તુલા રાશિઃ તુલા રાશિના જાતકોને મંગળનું ગોચર કામમાં પ્રગતિ કરાવશે. લોકો તમારા કામની પ્રશંસા કરશે, તમે ઝડપથી પ્રગતિ કરશો. પરંતુ અહંકારથી દૂર રહો અને વર્ક લાઇફ બેલેન્સ બનાવી ચાલો. આવક વધશે. 

કુભ રાશિઃ કુંભ રાશિના જાતકોને મંગળનું ગોચર શુભ ફળ આપશે. તમારા વિરોધી પરાસ્ત થશે. તમે સમજદારીથી કામ લેશો તો વિઘ્નો દૂર કરી આગળ વધશો. નોકરી કરનાર લોકોના કામના વખાણ થશે. ખરાબ સંગતથી દૂર રહી તમારા કામ પર ધ્યાન આપો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news