વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાને વાર્ષિક 192 કરોડ રૂપિયા પગાર મળશે, એટલે કે રોજ અડધો કરોડ રૂપિયા પગાર તેઓ ઘરે લઈ જશે

World Bank Chairman : વિશ્વ બેન્કે ભારતીય મૂળના અમેરિકી નાગરિક અજયપાલ સિંહ પાલ બંગાને પોતાના નવા અધ્યક્ષ જાહેર કર્યા છે. ભારતમાં જન્મેલા અને અમદાવાદ તથા દિલ્હીથી શિક્ષણ મેળવી અજય બંગા અત્યાર સુધી માસ્ટરકાર્ડ સહિત ઘણી દિગ્ગજ કંપનીઓમાં સેવાઓ આપી ચુક્યા છે. હવે તે 2 જૂનથી દુનિયાની સૌથી મોટા લેન્ડરની આગેવાની કરશે. 

વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાને વાર્ષિક 192 કરોડ રૂપિયા પગાર મળશે, એટલે કે રોજ અડધો કરોડ રૂપિયા પગાર તેઓ ઘરે લઈ જશે

નવી દિલ્હીઃ Ajay Banga Net Worth: ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ માસ્ટરકાર્ડ ચીફ અજય બંગા વર્લ્ડ બેંકના (World Bank)14મા અધ્યક્ષ બની ગયા છે.  અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને (Joe Biden) આ પદ માટે તેમના નામાંકનની જાહેરાત કરી હતી. જેઓ 2 જૂનથી આ કાર્યભાર સંભાળશે. જેઓ વિશ્વ બેંકના વડા તરીકે ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ બની ગયા છે. શું તમે જાણો છો કે અજય બંગાની નેટવર્થ (Ajay Banga Net Worth) કેટલી છે અને તેને બિઝનેસ જગતનો કેટલો અનુભવ છે? જેઓ હાલના પ્રેસિડન્ટ ડેવિડ માલપાસની જગ્યા લેશે.

અજય બંગા માસ્ટરકાર્ડમાં વિવિધ હોદ્દા પર રહી ચૂક્યા છે. તેમની પાસે લગભગ 30 વર્ષનો બિઝનેસ અનુભવ છે. તેમણે અમેરિકન રેડ ક્રોસ, ક્રાફ્ટ ફૂડ્સ અને ડાઉ ઇન્કના બોર્ડમાં પણ સેવા આપી છે. જ્યારે તેઓ માસ્ટરકાર્ડમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા ત્યારે તેમની દૈનિક કમાણી 52.60 લાખ રૂપિયા હતી. બંગા ગયા વર્ષે માસ્ટરકાર્ડમાંથી નિવૃત્ત થયા હતા. તેઓ હાલમાં જનરલ એટલાન્ટિકના વાઇસ-ચેરમેન છે, જે વિશ્વની સૌથી મોટી ખાનગી ઇક્વિટી કંપનીઓમાંની એક છે.

અજય બંગા પાસે કેટલી મિલકત છે?
14 જુલાઈ 2021 સુધીમાં, અજય બંગાની અંદાજિત નેટવર્થ લગભગ $206 મિલિયન (લગભગ 1700 કરોડ) હતી. અજય બંગા પાસે $113,123,489 થી વધુ મૂલ્યનો માસ્ટરકાર્ડ સ્ટોક હતો. છેલ્લા 13 વર્ષોમાં તેમણે લાખો ડોલરથી વધુના સ્ટોક વેચ્યા છે. માસ્ટરકાર્ડમાં સીઈઓ તરીકે તેઓ $23,250,000 (રૂ. 1,92,32,46,975) કમાતા હતા. મતલબ કે તેઓ રોજના લગભગ 52 લાખ રૂપિયા કમાતા હતા.
 
અજય બંગાને વર્ષ 2016માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા
64 વર્ષીય બંગાનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં એક સૈની શીખ પરિવારમાં થયો હતો. તેમના પિતા ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ હતા. તેમનો પરિવાર મૂળ જલંધરનો છે. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક અને IIM અમદાવાદમાંથી MBA કર્યું છે. ભારત સરકારે વર્ષ 2016માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

બંગાને આ દેશોનું સમર્થન મળ્યું
અજય બંગાને વિશ્વ બેંકના આગામી પ્રમુખના પદ માટે જર્મની, જાપાન, ફ્રાન્સ, ઇટાલી, બાંગ્લાદેશ, કોટે ડી'આઇવર, કોલંબિયા, ઇજિપ્ત, ઘાના, કેન્યા, સાઉદી અરેબિયા, કોરિયા ગણરાજ્ય અને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન મળ્યું છે. 

કોણ છે અજય બંગા?
અજય બંગા, 63 ભારતીય-અમેરિકન છે જે હાલમાં ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિકના વાઇસ ચેરમેન તરીકે સેવા આપે છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. અજય બંગાએ પોતાનું સ્કૂલિંગ હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાંથી કર્યું છે. ત્યારબાદ તેમના પિતા હરભજન સિંહ બંગા આર્મીમાં ઓફિસર હતા અને 1970માં હૈદરાબાદમાં પોસ્ટેડ થયા હતા. શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લીધું.

ડીયુની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી, ત્યારબાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમદાવાદ (IIM)માંથી મેનેજમેન્ટ અભ્યાસ કર્યો. અજય બંગા પાસે 30 વર્ષથી વધુનો બિઝનેસ અનુભવ છે. અજય બંગા માસ્ટરકાર્ડના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય હતા. તેઓ ઓગસ્ટ 2009માં માસ્ટરકાર્ડમાં જોડાયા અને એપ્રિલ 2010માં પ્રમુખ અને સીઈઓ બન્યા. આ પહેલા તેઓ સિટીગ્રુપ એશિયા-પેસિફિક ક્ષેત્રના સીઈઓ હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news